જામનગર મોર્નિંગ - જામનગર

નાતાલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર તહેવાર છે અને તેને ભગવાન ઈસુના જન્મદિનના સ્મરણાર્થે ઉજવવામાં આવે છે. તા. 25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના અનુયાચી દ્વારા ચર્ચને વિવિધ રોશનીથી શણગારવામાં આવે છે અને આખો દિવસ પ્રાર્થના કરી વિશ્વના કલ્યાણાર્થેની સમભાવના પ્રગટાવે છે. તેમજ રાત્રીના 12 વાગ્યે એકબીજાને ભેટી અને ઈસુના જન્મના વધામણાં આપતાં હોય છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી હોય શહેરમાં ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે, તેમજ બજારમાં પણ શાન્તા ક્લોઝનો પહેરવેશ આવી જતાં લોકોમાં રોમાંચ જોવા મળી રહ્યો છે અને ગીફ્ટની પણ વિવિધ વેરાયટીઓ આવી જતાં ખરીદીનો ઉત્સાહ બજારમાં દેખાઈ રહ્યો છે અને શાન્તા ક્લોઝના અલગ અલગ મુખોટા અને પહેરવેશની કિમંત રૂ. 30 થી લઈ રૂ. 1200 સુધી છે. (તસ્વીર : સુનીલ ચુડાસમા)