જામનગર જિલ્લામાં 53.98% અને દ્વારકા જિલ્લામાં 59.11% મતદાન નોંધાયું: 89 બેઠકો પર સરેરાશ 58.90% મતદાન 

જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન  પૂર્ણ થયું છે  જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 58.90  ટકા મતદાન નોંધાયું છે. જેને  લઇને આ બેઠક પરના 788 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ચૂંક્યુ ગયુ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સંભવિત 54.53 ટકા મતદાન નોંધાયું છે. 

પ્રથમ તબક્કાનું  મતદાન 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે  પૂર્ણ થઇ ગયું છે. બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલની ઘટના જોવા મળી હતી. જો કે એવી કોઈ ઘટના ન રહી હતી કે જેના લીધે મતદાનમાં તેની કોઈ માઠી અસર થાય. પ્રથમ તબક્કામાં કુલ 58.90 ટકા મતદાન થયું  કે જે પાછળના વર્ષની સરખામણીએ બહુ ઓછું છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા અને સૌથી ઓછું અમરેલી 52.73 ટકા મતદાન થયેલું જોવા મળે છે. પાછળના વર્ષમાં પ્રથમ તબકકામાં 68 ટકા થયેલું હતું.


ક્યાંક મતદાનની પ્રક્રિયામાં રૂકાવટ જોવા મળી

બીજી બાજુ અમુક સ્થળોએ મતદાનની પ્રક્રિયામાં રૂકાવટ જોવા મળી હતી. જેમાં સુરતની ઉત્તર વિધાનસભા વિસ્તારમાં શાળામાં પાવર કટની સમસ્યાને કારણે વોટિંગની કામગીરી ઠપ્પ થઈ હતી. આ તરફ ગોંડલના દાળિયા ગામે બોગસ વોટિંગ થતુ હોવાની ફરિયાદ સામે આવી હતી. આ દરમ્યાન રીબડા જૂથના અને સામે પક્ષે જયરાજસિંહ જૂથના લોકો ઘટના સ્થળે પહોંચતા બોલાચાલી થઈ હતી જેના કારણે થોડીવાર માટે મતદાન બંધ રાખવામાં આવ્યું હતું. નવસારીના નાંધઈ ગામે પણ મતદાન મથકમાં હોબાળો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના પોલિંગ એજન્ટો વચ્ચે બબાલ થતા મતદાનની પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી થઈ હતી જ્યારે કાલાવડના બે બુથ પર ઈવીએમ ખોરવાતા મતદારો બુથ છોડી ઘરે ચાલ્યા ગયા હતા.

જામનગર          53.98

દ્વારકા              59.11

અમરેલી           52. 73

ભરૂચ              63.08

ભાવનગર         57.81

બોટાદ             57.15

ડાંગ                64.84

ગીર સોમનાથ    60.46

જુનાગઢ           56.95

કચ્છ                54.91

મોરબી             61.96

નર્મદા               68.09

નવસારી            65.91

પોરબંદર            53.84

રાજકોટ            55.93

સુરત                57.83

સુરેન્દ્રનગર         60.71

તાપી                72.32

વલસાડ            65.24

જામનગર-દ્વારકાની સાત બેઠકોમાં 76- કાલાવડ 53.58%, 77 જામનગર ગ્રામ્ય 53.83%, 78 જામનગર ઉત્તર 55.96%, 79 જામનગર દક્ષિણ 44.63%, 80 જામજોધપુર 61.73%, 81 ખંભાળિયા 60.29% અને 82 દ્વારકા 57.90% મતદાન નોંધાયું હતું.