ભાણવડ તાલુકાના પાછતરડી ગામના રહેવાશી રબારી સમાજના અને ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન એવા કિશોર મકવાણાનો આજે જન્મદિવસ છે. કિશોર મકવાણાએ સમાજમાં શિક્ષણ અને જાગૃતિ ક્ષેત્રે કામ કરતી અનેક સંસ્થાઓમાં સક્રિય પણે સેવા આપી છે. તો ભારતીય જનતા પાર્ટીમાં પણ તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખમાં તેમજ અનેક જવાબદારીઓ કુનેહ પૂર્વક નિભાવી છે. સંગીત અને આલ્બમ સાથે પણ નાતો રાખ્યો છે દેવભૂમિ ડીઝીટલ નામની પોતાની ચેનલના દિગ્દર્શક અને કલાકાર રહ્યા છે. “ વહાલમ’ નામનું પોતાનું ગીત ખુબ લોકપ્રિય રહ્યું છે. સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે વિદ્યાર્થી સન્માન સમારોહ જેવા સંમેલનોમાં આગળ રહેલ છે તો પાર્ટીની પેજ સમિતિમાં પણ પોતાની તાલુકા પંચાયત સીટની પેજ સમિતિ સૌથી પહેલા પૂર્ણ કરીને જીલ્લા પ્રમુખને સુપ્રત કરીને એક આગવી કામગીરી નિભાવી હતી એવા સતત લોકો સાથે જોડાયેલ રહેતા કિશોર મકવાણાનો આજે જન્મદિવસ છે ત્યારે જામનગર મોર્નિંગ પરિવાર તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે.