જામનગરમાં ઈ-સિગારેટના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં જનતા ફાટક પાસેથી પાનની દુકાનમાંથી 189 પેકેટ ઈ-સિગારેટનો જથ્થો જામનગર એસઓજીએ ઝડપી લઈ એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ જનતા ફાટકની બાજુમાં જવાહર પાનની દુકાનમાં રાજકુમાર ઉર્ફે રાજા તન્ના નામના દુકાનદારે સરકાર દ્વારા પ્રતિબંધ કરેલ ઈ-સિગારેટના જથ્થાનું વેંચાણ કરતો હોવાની બાતમી જામનગર એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી. પરમારની સૂચનાથી રમેશભાઈ ચાવડા, મયુદિનભાઈ સૈયદ અને અરજણભાઈ કોડિયાતરે બાતમીના આધારે દરોડો કરી રૂ. 1,00,000ની કિમંતના 189 પેકેટ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ઈલેક્ટ્રોનિક સિગારેટ અથવા ઈ-સિગારેટ શું છે?

ઇલેક્ટ્રોનિક સિગારેટ એ એક સરળ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે ધૂમ્રપાનની લાગણીનું અનુકરણ કરે છે. તે પ્રવાહી સાથે કામ કરે છે જે એરોસોલ ઉત્પન્ન કરવા માટે ગરમ થાય છે. ઈ-સિગારેટના પ્રવાહીમાં નિકોટિન, પ્રોપીલીન, ગ્લાયકોલ, ગ્લિસરીન અને ફ્લેવરિંગ હોય છે. જો કે, દરેક ઇ-લિક્વિડમાં નિકોટિન હોતું નથી.

વેપિંગના સ્વાસ્થ્ય જોખમો અનિશ્ચિત છે. તેઓ નિયમિત તમાકુ સિગારેટ કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે શું તેઓ ખરેખર ધૂમ્રપાન છોડવામાં મદદ કરે છે. ઓછી ગંભીર પ્રતિકૂળ અસરોમાં ગળા અને મોંમાં બળતરા, ઉધરસ, ઉલટી અને ઉબકાની લાગણીનો સમાવેશ થાય છે.


ઈ-સિગારેટ પીવાથી ફેફસાના રોગો થવાનું જોખમ 29% વધે છે

આપણાં દેશમાં ઈ-સિગારેટ ભલે પ્રતિબંધ હોય તેમ છત્તાં હજી પણ યુવાનોમાં ઈ-સિગારેટનો ક્રેઝ જોવા મળે છે. ઈ-સિગારેટથી સ્વાસ્થયને કેટલા નુકશાન થાય છે તે અંગે કોઈ અજાણ નથી. ત્યારે ઈ-સિગારેટને લઈને એક નવું સંશોધન થયું હતું. જેમાં જાણવા મળ્યું છે કે ઈ-સિગારેટ પીવાથી ફેફસાંના રોગો થવાનું જોખમ 29% વધે છે. આ સંશોધનનું કહેવું છે કે જે લોકો ઈ-સિગારેટનું સેવન કરતાં હોય તેમને તમાકું ન ખાતા લોકોની તુલનામાં અસ્થામાં, બ્રોન્કાઈટિસ અને ફેફસાંના ચેપનું જોખમ વધી જાય છે.