જામનગર મોર્નિંગ - જામનગર 


સાત મહિના પહેલા સમર્પણ સર્કલ પાસે ઈકો કાર રોકવી છરી બતાવી બળજબરીપૂર્વક કાર પડાવી લેવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ સમર્પણ સર્કલ પાસે સાત મહિના પહેલા સુનીલ ઉર્ફે સાગર હમીર માણેક (રહે. વામ્બેઆવાસ સામે ડીલક્ષ પાન વાળી ગલી) નામના શખ્સે ફરિયાદીની ઈકોકાર રોકી છરી બતાવી ગાળો આપી છરી પેટના ભાગે અડાળી મારી નાખવાનો ભય બતાવી ઈકો કાર બળજબરીપૂર્વક પડાવી લઈ લાલ બંગલા ખાતે ફરિયાદીને બોલાવી ધમકી આપી વેંચાણ દસ્તાવેજ પર સહી કરાવી પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ ત્યારબાદ ફરિયાદીએ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી નાસતો ફરતો હોય ત્યારે પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એ. પરમારની સૂચનાથી હરદીપભાઈ બારડે બાતમીના આધારે રહેણાંક ઘરની બાજુમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, હીતેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.