જામનગર મોર્નિંગ - જામનગર તા.૦૨ : જામનગર શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે જે અન્ડર ગ્રાઉન્ડ ગટરનું કામ સારું પણ છે. અન્ડર ગ્રાઉન્ડ ગટરની કુંડીઓ અને જ્યાં ગટર કામ થયું ના હોય તેવા વિસ્તારમાં સફાઈ કરાવવા માટે પણ જામનગર મહાનગર પાલિકા દર મહીને લાખો રૂપિયાનો પગાર , વાહન અને મશીનરી પાછળ ખર્ચો કરે છે છતાં પણ તંત્ર દરેક જગ્યાએ પહોચવામાં કાચું પડી રહ્યું હોય તેવું તાજેતરના એક વાઈરલ વીડિઓ પરથી જોઈ શકાય છે.


જામનગર શહેરના આ વીડિઓમાં શહેરના એક બુજુર્ગ વ્યક્તિ પોતાની જાતે ગટર સાફ કરી રહ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવે છે કે જયારે તંત્ર પોતાનું કામ કરવાનું ચુકી જાય ત્યારે જનતાએ જાતે સફાઈ કરવી પડે છે. પાલિકાએ આ બાબતે ગંભીર નોંધ લઈને દરેક વિસ્તારમાં યોગ્ય સફાઈ થાય છે કે કેમ તે અંગે સુપર વિઝન કરીને ઘટતું કરવું જોઈએ. શહેરની સાફ સફાઈ જાળવવી તે મહાનગર પાલિકાનું પ્રથમ કાર્ય છે.