જામનગર મોર્નિંગ - જામનગર
દરેડ જીઆઈડીસી તેમજ શહેરમાં જુગાર તમારા 14 શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ રૂ. 25 હજાર ઉપરાંતની રોકડ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ શહેર-જિલ્લામાં દારૂજુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા અને સર્કલ પીઆઈ એમ.આર. રાઠવાના માર્ગદર્શન હેઠળ પંચ બી ડીવીઝનના પીએસઆઈ એમ.એ. મોરી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય ત્યારે હરદેવસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે દરેડ જીઆઈડીસી ફેસ - 2માં આવેલ ઈલેક્ટ્રીક ઝોન બાપા સીતારામ ચોકમાં જાહેરમાં છોટુ નન્નેભાઈ આદીવાસી, અનિલસિંગ જગદીશસિંગ ગૌંડ, સત્યમ પરશરામ શંકરલાલ પટેલ (રહે. ત્રણેય ફેસ-2, ઈલેક્ટ્રીક ઝોન), રામેશ્વર હરિભાઈ રેકવાર (રહે. રાંદલ માતાજીના મંદિર પાસે), ભગવાનસિંગ સોનેસિંગ ઠાકોર (રહે. ખોડીયાર માતાજીના મંદિર પાસે) અને નિખિલ ગોરીશંકર કડેરા (રહે. દરેડ, પટેલ ગલીમાં) નામના છ શખ્સને ગંજીપતાના પાના વડે જુગાર રમતા ઝડપી લઈ રૂ. 11,850 કબ્જે લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા દરોડામાં ધર્મેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે જીઆઈડીસી ફેસ-3માં મહાવીર સર્કલ પાસે આવેલ મામાસાહેબના મંદિર પાસે જાહેરમાં મુકેશ મામાપ્રસાદ જાપટ, કૌશિક દેશરાજ શાકીયા, બિરેન્દ્ર રાજુભાઈ શાકીયા, પ્રમોદ ગજાધરભાઈ જાટપ અને રાજકુમાર દોલતસિંઘ પરિહાર (રહે. તમામ જીઆઈડીસી ફેસ-3, મહાવીર સર્કલ પાસે) નામના પાંચ શખ્સોને રૂ. 10,560 સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફના નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સુમિતભાઈ શિયાર, પુષ્પરાજસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાએ કરી હતી.
ઉપરાંત સીટી એ ડિવિઝન પોલીસે શુક્રવાર બપોરે બાતમીના આધારે સાધના કોલોનીમાં આવેલ બસ સ્ટેન્ડની બાજુમાંથી જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીનો જુગાર રમતા નલીનભાઈ વિઠ્ઠલદાસ જોશી (રહે. હર્ષદમીલની ચાલી, પટેલનગર), સાદીક હુશેન બ્લોચ (રહે. હર્ષદમીલની ચાલી) અને નિલેશ રતિલાલ વશિયર (રહે. જડેશ્વર પાર્ક) નામના ત્રણ શખ્સને રૂ. 3260 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment