ગુજરાતના અન્ય શહેરો તથા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તાલીમનાડુ, વેસ્ટ બંગાળ ઉપરાંત વિદેશથી આફ્રિકા, દુબઈ, કુવૈત વિગેરે દેશોમાંથી રર૦ થી વેપારીઓ આ એક્સ્પોમાં જોડાશે

જામનગર મોર્નિંગ - જામનગર 

ધી સૈફી ફાઉન્ડેશનના સહયોગથી યોજાનાર સૈફી બુરહાની બિઝનેસ એકસ્પો જામનગરમાં પ્રથમ વખત આગામી તારીખ 16 અને 17 જાન્યુઆરીના રોજ યોજાશે, જે જામનગરનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સ્પો રહેશે. જામનગર અને ગુજરાતના અન્ય શહેરો તથા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તાલીમનાડુ, વેસ્ટ બંગાળ ઉપરાંત વિદેશથી આફ્રિકા, દુબઈ, કુવૈત,યુ કે વિગેરે દેશોમાંથી 220થી વધુ પ્રોફેશનલ બિજનેશમેન અને ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ આ એકસ્પોમાં જોડાઈ અને વિચારોનું આદાનપ્રદાન કરશે, 

જામનગર શહેરના સત્યસાઈ સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર યોજાનાર આ એકસ્પોમાં રીયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રકચર, મેટલ, હાર્ડવેર, બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ, બિલ્ડીંગ મટીરીયલ્સ, એજયુકેશન, ટેકનોલોજી, ગ્લાસ, ઈન્ટીરીયર સહીતના અનેક મેન્યુફેકચરીંગ, સપ્લાયર્સ ભાગ લઈ રહયા છે, ઉપરાંત એકસ્પોમાં વિવિધ બિઝનેસ જેવા કે, થીંગ્સ બીયોન્ડ એકાઉન્ટસ, વુમન એન્ટરપ્રીનિયોર્સ, ડિજિટલ માર્કેટીંગ, ધ આર્ટ ઓફ પબ્લિક રિલેશનશીપ ઈન બિઝનેસ, હાવ ટુ ગ્રો ઈન બિઝનેસ, B2B, B2C ઈવેન્ટ જેવા 12 અલગ અલગ બિઝનેશ સેમીનાર નિષ્ણાંત સ્પીકરો દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

દેશભરમાંથી અલગ-અલગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ, વેપારીઓ, રાજકીય અને ધાર્મિક આગેવાનો સહીત અનેક લોકોને આ એક્સ્પોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવેલ છે. ત્યારે સૌરાષ્ટ્રની જનતા ખાસ કરીને જામનગરના લોકો તેનો લાભ લે તેવા હેતુથી આ એકસ્પો જામનગરમાં યોજાઈ રહયો છે. આ એક્ષ્પોના માધ્યમથી જામનગરની જનતાને અનેક પ્રકારની નવી પ્રોડકટ અને ઈનોવેશન આ સૈફી બુરહાની એકસ્પોમાં જોવા મળશે.

આ એકસ્પોનું સંચાલન સૈફી ફાઉન્ડેશનના સહયોગથી, તિજારત રાબેહાહ સેન્ટ્રલ ટીમ મુંબઈ અને દાઉદી વહોરા મોટી જુમાત જામનગર દ્વારા આયોજિત કરવામાં આવે છે.