જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા ત્રણ સપ્તાહ પછી ગઈકાલથી વધુ એક વખત વીજ ચેકીંગ શરૂ કરાયું છે. શહેરના જેલ રોડથી માંડી ગુલાબનગર સુધીના વિસ્તારોમાં ચેકીંગ માટે 37 ટૂકડીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતી અને 85 વીજ જોડાણમાં ગેરરીતી મળી આવતા રૂ. 31.65 લાખની વીજચોરી ઝડપાઈ હતી.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા ત્રણ સપ્તાહના વિરામ પછી વધુ એક વખત કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત વીજચોરી ડામવા ચેકીંગ કાર્યવાહી શરૂ કરી છે.
ગઈકાલે સવારે જામનગર સર્કલ હેઠળના સીટી-2 ડીવીઝનમાં આવતા કાલાવડ નાકા અને નગરસીમ સબ ડીવીઝન તથા સીટી-1માં આવતા દરબારગઢ સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની 37 ટૂકડીઓ 13 એસઆરપીમેન, સ્થાનિક પોલીસના 24 જવાન તથા 3 વિડીયોગ્રાફર સાથે ચેકીંગ માટે ઘસી ગઈ હતી.
શહેરના જેલ રોડ, ગુલાબનગર, સનસીટી, રવિપાર્ક, રઝાનગર અને કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન 85 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળી આવતા રૂ. 31.65 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.
0 Comments
Post a Comment