રૂ. 5.37 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં નશાયુક્ત કેફી પીણાંની બોટલો વેચતા નવ દુકાનમાં એલસીબીએ દરોડા કરી રૂ. 5.37 લાખની 3578 બોટલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં અલગ અલગ બ્રાન્ડની નશાકારક હર્બી કેફી પીણાંની બોટલોનું વેંચાણ કરતી નવ દુકાનમાં દરોડા કરી 3758 બોટલ કિંમત રૂ. 5,36,967નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં વિક્ટોરિયા પુલ પાસેથી બજરંગ પાન એન્ડ કોલડ્રિન્ક નામની દુકાન ચલાવતા રાહુલ હસમુખભાઈ દામા પાસેથી રૂ. 26,550ની કિંમતની 177 નંગ બોટલ, કિશાનચોકમાં ક્રિષ્ના પાન નામની દુકાન ચલાવતા કેતન ઉર્ફે ભીખો રાજેશભાઇ પાસેથી રૂ. 5995 કિંમતની 40 નંગ બોટલ, ગ્રીનસિટી પાસેથી આશાપુરા સોડા શોપ નામની દુકાન ચલાવતા મુકેશ હરેશભાઈ દામા પાસેથી રૂ. 4,55,617 કિંમતની 3036 બોટલ, લાલપુર ચોકડી પાસેથી આશાપુરા પાન એન્ડ કોલડ્રિન્ક નામની દુકાન ધરાવતા મનસુખ નારણદાસ નાખવા પાસેથી રૂ. 1650 કિંમતની 11 બોટલ, યાદવનગર પાસેથી મહાદેવ પાન નામની દુકાન ધરાવતા રામદે દેશુ બોદર પાસેથી રૂ. 4855 કિંમતની 32 નંગ બોટલ, હવાઈ ચોકમાં મોમાઈ પાન નામની દુકાન ધરાવતા યશ બિપીન નંદા પાસેથી રૂ. 22,500 કિંમતની 150 બોટલ, ખંભાળિયા નાકા પાસેથી શ્રી રામ પાન નામની દુકાન ધરાવતા જીતેન્દ્ર રતી ગડા પાસેથી રૂ. 6600 કિંમતની 44 નંગ બોટલ, આરામ કોલોની પાસેથી પુષ્પરાજ હોટલ નામની દુકાન ધરાવતા હનીફ નુરમામદ જોખીયા પાસેથી રૂ. 7800 કિંમતની 52 નંગ બોટલ અને ખોડીયાર કોલોની પાસેથી બજરંગ પાન એન્ડ કોલડ્રિન્ક નામની દુકાન ધરાવતા સતીષ જીતેન્દ્ર મંગે પાસેથી રૂ. 5400 કિંમતની 36 બોટલ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઈ સોલંકી, ભગીરથસિંહ સરવૈયા, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, કિશોરભાઈ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, સુરેશભાઈ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી અને બિજલભાઈ બાલાસરાએ કરી હતી.