આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ કંપની ઋણ મુક્ત બનવાની અપેક્ષા, ઉપરાંત કંપની અંચાવિયો રિસોર્ટના વિસ્તરણનું તથા એસએસપી ફોસ્ફેટિક ફર્ટિલાઝર બિઝનેસના ઊંચા ક્ષમતા વપરાશનું આયોજન કરી રહી છે 

  • કંપનીના માજિવાડા, થાણે સ્થિત થાણે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ(ફેઝ 2) માટે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશ તરફથી કોમ્પ્લાયન્સ મળી ગયું છે. 
  • વર્તમાન FSI હેઠળ 31 માળ સુધીના ટાવર Gના બાંધકામ માટે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી મળી ગઈ છે. ટીએમસી ચીફ ફાયર ઓફિસરની 52 માળ સુધીની મંજૂરી મળી છે. 
  • કંપનીની મુંબઈના ફોર્ટ એરિયા સ્થિત હેડ ઓફિસના રિ-ડેવલપમેન્ટ માટે વિચારણા ચાલી રહી છે. કંપની કોમ્પ્લેક્સમાં 11,000 ચો.ફીટ વિસ્તાર ધરાવે છે.


જામનગર મોર્નિંગ - મુંબઈ
 

મુંબઈ સ્થિત ભારત એગ્રી ફર્ટ એન્ડ રિઅલ્ટી લિમિટેડે થાણે સ્થિત વધારાની જમીનના ડેવલપમેન્ટ માટે ગયા સપ્તાહે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન(TMC) પાસેથી મંજૂરી મેળવી છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી UDCPR-2020 માર્ગદર્શિકાઓ મુજબ કંપનીએ TMCને જમીનની મહત્તમ શક્યતાઓ માટે અરજી કરી હતી. જેના પરિણામે, કંપનીએ ટાવર Gના બાંધકામ માટે 5 જાન્યુઆરી, 2023ના રોજ સુધારેલી મંજૂરી મેળવી હતી. જેમાં કંપનીની વર્તમાન એફએસઆઈના આધારે બેઝમેન્ટ પ્લસ સ્ટીલ્ટ્સ અથવા ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ટુ સિક્સ્થ પાર્કિંગ ફ્લોર પ્લસ 7 ટુ 31 ફ્લોર્સનો સમાવેશ થાય છે. જોકે, ટીએમસીના ચીફ ફાયર ઓફિસર(CFO) મુજબ 52 માળ સુધીની મંજૂરી મળી છે અને કંપની એકવાર ટીએમસી ગાઈડલાઈન્સ મુજબ TDR મેળવશે ત્યારબાદ અધિક ફ્લોર સુધારણા લાગુ પડશે. ટીએમસીએ કંપનીને લેટર ઓફ ઈન્ટેટ આપ્યો છે, જે કંપનીને ઉપરોક્ત સુધારણાઓ માટે MOEFનો સંપર્ક કરવાની છૂટ આપે છે. 

કંપનીએ અગાઉથી જ પ્રોજેક્ટ માટે જરૂરી ફાઈનાન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેણે સિવિલ કોન્ટ્રેક્ટર પણ નીમ્યાં છે, તેમજ MOEFની મંજૂરી મળી જાય ત્યારબાદ બાંધકામ શરૂ કરવા માટે જરૂરી તમામ મંજૂરીઓ મેળવી લીધ છે. કંપની MOEFમાં અરજી રજૂ કરવાના આખરી તબક્કામાં છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખતાં કંપની માજિવાડા, થાણે ફેઝ 2 રેસિડેન્શિયલ ટાવર ખાતે ત્યાં પ્રાપ્ત મહત્તમ FSIનો ઉપયોગ કરશે. આ ટાવર મોડર્ન એમેનિટિઝ અને ફેસિલિટીઝ સાથેના 2/3 BHK લક્ઝરિયર અથવા સોફેસ્ટીકેટેડ ફ્લેટ્સ ધરાવતાં હશે. તે સ્થાનિક રેસિડેન્શિયલ માર્કેટમાં અફોર્ડેબલ/રિઝનેબલ રેટ્સ પર 400 ફ્લેટ્સ પૂરાં પાડશે. 

આ ડેવલપમેન્ટ અંગે બોલતાં, ભારત એગ્રી ફર્ટ એન્ડ રિઅલ્ટી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યોગેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વર્તમાન બજાર સ્થિતિન આધારે કંપની માજિવાડા સ્થિત રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટમાંથી આગામી પાંચ વર્ષોમાં રૂ. 500-600 કરોડની આવકની ધારણા રાખી રહી છે. આ માટે તે જરૂર મુજબ રેરાનું પાલન કરશે અને સુધારા કરશે. આ પ્રોજેક્ટની સમાપ્તિ બાદ કંપની સંપૂર્ણપણે ઋણ મુક્ત બનશે અને અઁચાવિયો રિસોર્ટ ખાતે વિસ્તરણ તથા પાલઘર વાડા ખાતે એસએસપી ફોસ્ફેટિક ફર્ટિલાઈઝર બિઝનેસ ખાતે ઊંચી ક્ષમતા વપરાશ હાથ ધરશે,”.

કંપની ડેટ ફ્રી છે અને થાણે રેસિડેન્શિયલ પ્રોજેક્ટના ફેઝ-2ના ડેવલપમેન્ટનું આયોજન કરી રહી છે. તેણે ફેઝ-1 સફળ રીતે પૂર્ણ કર્યો હતો. ફેઝ-1ના ખરીદારો ખૂબ ખુશ છે. જેને કારણે ફેઝ-2 માટે ફંડ એકત્ર કરવામાં તેમજ નવા હોમ બાયર્સ મેળવવામાં સરળતા રહેશે. તેમજ સાઈટને પાંચ વર્ષો પહેલા જ પૂર્ણ કરવામાં પણ આસાની રહેશે. 

“કેટલીક મંજૂરીઓ બાદ કંપની એપાર્ટમેન્ટ રિઝર્વેશન્સ સ્વીકારવાનું શરૂ કરશે. આમ નાણા વર્ષ 2023-24માં સેલ્સ ફિગર્સ દેખાતાં થશે. હાલની માર્કેટ સ્થિતિ મુજબ બાંધકામ ખર્ચ પ્રતિ ચો.ફૂટ રૂ. 2000થી 2500ની રેંજમાં જોવા મળે છે. જો કંપની 4-લાખ ચો.ફૂટનું બિલ્ડિંગ બનાવે છે તો તેણે અંદાજે રૂ. 100 કરોડનો ખર્ચ કરવાનો બનશે. આ ઉપરાંત કોમ્પ્લાયન્સ માર્કેટિંગ અને બ્રોકરેજ કમિશન્સ પેટે રૂ. 50 કરોડ ખર્ચવાના રહેશે. વધુમાં, કંપની રૂ. 500થી 600 કરોડની આવકની ધારણા રાખે છે. કંપનીની બેલેન્સ શીટ પર લેન્ડ ફ્રી જોવા મળે છે. જેની ખરીદી લાંબા સમય અગાઉ કરવામાં આવી હતી. આમ જમીનની ખરીદીનો કોઈ ખર્ચ નથી. આમ ફ્લેટના વેચાણમાંથી મળનારી આવક શેરધારકો માટે અસાધારણ વેલ્થ ઊભી કરશે. જો બાંધકામ ખર્ચ અને અન્ય ખર્ચામાં આગામી પાંચ વર્ષોમાં વૃદ્ધિ જોવા મળશે તો ફેઝ-2માંથી રૂ. 450-475 કરોડના નફાનો અંદાજ છે. જે નાની ઈક્વિટી ધરાવતી ભારત એગ્રી ફર્ટ એન્ડ રિઅલ્ટી માટે જંગી પ્રોફિટ અને કેશ સૂચવે છે. તેમજ શેરધારકો માટે તે જંગી વેલ્થ સર્જન કરે છે,” એમ યોગેન્દ્ર પટેલ જણાવે છે.