આવશ્યક ચીજવસ્તુના જથ્થાની જાળવણી વિતરણ અને નિયમન ની જવાબદારી નિભાવે છે કોણ??

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)

જામનગર શહેર જિલ્લા તેમજ દ્વારકા જિલ્લાઓમા પુરવઠા તંત્રની મીઠી નજર થી રેશનકાર્ડ ધારકો પીસાય છે પીડાય છે પુરતા અને સમયસર માલ નથી મળતા ફરિયાદો દબાવાય છે રેશનવોર્ડ વાળા મનમાની કરે છે તો  ખરેખર પુરવઠા તંત્ર એ આ બાબતો ન બને તે માટે કઇ કરવાનુ હોય છે કે નહી તે રેકર્ડ ઉપર શુ છે તે  જાણતા ઘટસ્ફોટ એ થયો કે કાયદા મુજબ જે પુરવઠા તંત્રની કામગીરી કરવામા બંને જિલ્લાઓનુ પુરવઠાતંત્ર બેદરકાર જ છે તેથી ગરીબોનુ કલ્યાણ ક્યાથી થાય?? કેમ કે તંત્ર ઐ પોતે લખી ને આપ્યુ છે  કે આવશ્યક ચીજવસ્તુના જથ્થાની જાળવણી વિતરણ અને નિયમન ની જવાબદારી પુરવઠા તંત્ર નિભાવે છે (ખરેખર નિભાવે છે કોણ??  સૌ જાણે જ છે).

ઉપરાંત તંત્ર એ  લેખીત આપ્યુ છે કે વપરાશકર્તા અને જરૂરિયાત મંદ વર્ગને " આવશ્યક ચીજવસ્તુ" દેનપ્રતિદિન સરળતાથી અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ રહે તે માટે કાર્યરત પુરવઠા તંત્રનો ઉદ્દેશ આવશ્યક ચીજવસ્તુના જથ્થા જાળવણી, વિતરણ તેમજ તપાસણી અને નિયમનનો પણ છે.

પુરવઠા તંત્ર આવશ્યક ચીજવસ્તુઓની રોજીંદી ઉપલબ્ધી ઉપરાંત ભવિષ્યની સંભવિત અછત પુર/અન્ય કુદરતી આપતિને ધ્યાનમાં રાખી વપરાશ કર્તાને આવશ્યક ચીજવસ્તુ ઉપરાંત ઘરવપરાશી ચીજવસ્તુઓ પણ મળી રહે તે માટે આયોજન કરી રાખી એક પ્લેટફોર્મ તરીકે પણ કરજો બજાવતું હોય છે.

વળી ભારતમાં ૧૯૫૫માં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અમલી બન્યા બાદ, સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાતને અનુલક્ષીને આ અધિનિયમની કલમ-૩ નીચે વિવિધ સંદર્ભમાં રાજય સરકારે આદેશો અમલી બનાવ્યા છે. જેમ કે, ૧૯૮૦ થી કાળા બજાર નિવારણ ધારો અમલ માં આવેલ છે. આવશ્યક ચીજવસ્તુની ખરીદી, સંગ્રહ, વેચાણ માટે ૧૯૮૧માં પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત આદેશ અમલ માં મુકેલ છે. તા. ૨૦/૬/૧૯૮૮ના ઠરાવથી વાજબી ભાવની દુકાનો શરૂ/મંજુર કરવા માટેની યોજના અમલમાં મુકેલ છે. આ યોજના નીચે તા.૨/૮/૨૦૦૪ ના ઠરાવથી રાજયના શિક્ષિત બેરોજગારોને પરત રોજગારી મળી રહે તે માટે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના શરૂ કરવામાં આવી છે. ૧૯૯૮નો પેટ્રોલ અને ડીઝલ ની ગુણવતા સબંધી કેન્દ્રીય આદેશ રાજયમાં અમલમાં છે. આમ, સને ૧૯૫૫ થી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અમલી બન્યા બાદ તબકકાવાર જે તે સમયની માંગને અનુરૂપ આદેશો સરકારે બહાર પાડી તેની અમલવારી કરાવી હતી. તેમજ નવા સમય અને સંજોગોની જરૂરીયાતને અનુલક્ષીને રાજય સરકાર નિયમો ઘડી તેનો અમલ કરાવે છે. આ એક વણથંભી પ્રક્રિયા છે.

એટલે કે રેશનવોર્ડ  પેટ્રોલપંપ ગેસ એજન્સી કેરોસીન ડેપો વગેરે સ્થળ તો તપાસવાના જ છે ઉપરથી વખતો વખત ડુગળી  બટેટા ઘઊ ખાદ્ય અનાજ મસાલા દુધ શાકભાજી દવાઓ વગેરે અનેક બાબતોની જરૂરિયાતમા આ વસ્તુમળવામા માપતોલમા  ભાવમા વગેરે ફરિયાદ હોય લોકોની તોકાંતો સપ્લાયના કાયદા અને નિયમો કાંતો ગ્રાહક સુરક્ષા કાયદા નિયમ કે વિવિધ જોગવાઇ હેઠળ પગલા લેવા જોઇએ. 

હવે લોકો જ કહે આ મુજબ તંત્ર કામ કરે છે ??? કેમકે રેકર્ડ પરની  મળેલી વિગતમા ઘટસ્ફોટ થયો છે, કે તંત્ર ઘોર બેદરકારી અપનાવે છે ને કાગળ ઉપર  જ સારૂ સારૂ લખે છે બાકી કચેરીએ જતા અરજદાતોને પણ ધરમધક્કા થાય છે તેવી ખૂબ જ બૂમ ઉઠી છે.