જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં થોડા દિવસો પહેલા નિયામતબેન ગુલમામદ શેખ નામની વૃધ્ધ મહિલા ગાંજા સાથે ઝડપાઈ હતી. બાદમાં સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા વૃધ્ધ મહિલાના ઘરની તપાસ હાથ ધરવામાં આવી હતી, તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે મહિલાના ઘરમાં મીટર જ નથી ડાયરેક્ટ પીજીવીસીએલના થાંભલામાંથી કનેક્શન મેળવી વીજ ચોરી કરવામાં આવી રહી છે.

બાદમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરતા પીજીવીસીએલના કર્મચારીઓએ વીજ જોડાણ કાપી નાખ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.