જામનગર મોર્નિંગ - ભાવનગર (રીપોર્ટર: ફીરોઝ સેલોત)  

જિલ્લા કક્ષાનો ફેબ્રુઆરી-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.