જામનગર મોર્નિંગ - ભાવનગર ( પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 

ભાવનગરના ઐતિહાસિક સ્મારકો, સ્થળો, ઘટનાઓ, વ્યક્તિઓ અને સંસ્થાઓના ઇતિહાસ અને પ્રવૃત્તિઓની જાણકારી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય તે હેતુથી શામળદાસ કોલેજ ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓએ ભાવનગર "હેરિટેજ વોક એન્ડ ટોક" પ્રોગ્રામ અંતર્ગત સર પી.પી. ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ની મુલાકાત લીધી હતી.

કોલેજની ઇન્ચાર્જ આચાર્ય ડો. જી.એમ. સુતરીયા, ડો. આશિષ શુક્લ, લાયબ્રેરીયન ડો. જીગ્નેશ પરમારે વિદ્યાર્થીઓને કોલેજના ઇતિહાસ અને પ્રવૃત્તિઓ અંગેની જાણકારી આપી હતી.

આ તકે શામળદાસ કોલેજના આચાર્યશ્રી ડો. જયવંત સિંહ ગોહિલ, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. લક્ષ્મણ વાઢેર તેમજ વિદ્યાર્થીઓએ કોલેજના ઇતિહાસ અંગે ખૂબ જ રસપ્રદ જાણકારી મેળવી હતી.