જામનગર મોર્નિંગ - જામનગર

તારીખ. ૩૧ મી જાન્યુઆરી–૨૦૨૩ થી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહયો છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા.૩૧-૦૧-૨૦૨૩ થી તા.૧૩-૦૨- ૨૦૨૩ સુધી બજેટ સત્રના પ્રથમ તબકકા દરમ્યાન કામકાજના ઉપરોકત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના બજેટ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વા૨કા જિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે : ૯.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગ૨ કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય: પોસ્ટ ઓફિસ રોડ, ખંભાળીયા (ફોન. ૦૨૮૩૩–૨૩૩૩૮૮) તથા ભાણવડ કાર્યાલય: વે૨ાડનાકા બહાર, ભાણવડ (ફોન. ૦૨૮૯૬–૨૩૨૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.