વિશાલ હોટલ પાસેથી એક્ટિવાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધી કાઢવા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાની સૂચનાથી સીટી એ ડિવિઝન પોલીસ અને સીટી સી ડીવીઝન પોલીસે બાતમીના આધારે બે મોટરસાયકલ ચોરને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડનાકા બહાર એસટી ડીવીઝનની સામે સનમ સોસાયટીમાંથી દાઉદ સલીમભાઈ  શેરાવાલાનું જીજે 10 સીએ  1269 કિમંત રૂ. 20,000નું ચોરી થયાની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળાની સૂચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે વિક્રમસિંહ જાડેજા, રવિભાઈ શર્મા અને રવિરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ચોરીમાં ગયેલ મોટરસાયકલ લઈને સમીર ઉર્ફે બાડો હારૂન શેખ (રહે. તારમામદ સોસાયટી) નામના શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ગઢવી, રાજેન્દ્રસિંહ ડોડીયા, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર અને વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે સમર્પણ સર્કલ રોડ વિશાલ હોટલની સામેથી મિહિર મહેશ ભાયાણીએ પોતાનું એક્ટિવા જીજે 37 કે 4210 કિંમત રૂ. 30,000નુ પાર્ક કરેલ હોય જે ચોરી થઈ જતાં સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પીઆઈ પી.એલ. વાઘેલા અને એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.આર. સીસોદીયાની સૂચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે જાવેદભાઈ વજગોળ, વિપુલભાઈ સોનાગરા અને મહેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે પ્રશાંત નરેન્દ્ર ચાવડા (રહે. રાજીવનગર) નામના શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા અને હીતેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.