રેલ્વેના પાટા  ધોવાયા પછી જ માણાવદરનો ઉદ્યોગ પણ ધોવાયો

જામનગર મોર્નિંગ - માણાવદર (તસ્વીર, અહેવાલ - દિપક રાજા) 

શાપુર જંકશન થી શાપુર સરાડીયા રેલવે લાઇન આઝાદી પહેલા  શાપુર - વંથલી - માણાવદર - બાંટવા અને સરાડીયા વિસ્તારનો ઝડપી વિકાસ થાય તે માટે ભવિષ્યમાં ભાદર પૂલ પર રેલ્વે લાઈનથી વાંસજાળીયાને જોડી દેવાથી પોરબંદર સુધી જોડાઈ શકે તેમ હતી અને કુતિયાણા- રાણાવાવ- ઉપલેટા સહિતના વિસ્તાર ધમધમતો રહી શકે તેમ નવાબી શાસકો ઈચ્છતા હતા. પરંતુ 1983માં શાપુર વંથલી ઓઝત નદીના પુર હોનારતમાં થતા સાપુર સરાડીયા રેલ્વે લાઈન નો "કચ્ચણ ધાણ" થયો. અને ત્યારથી જ માણાવદર બાટવા વંથલી વિસ્તારનો સુવર્ણકાળ આથમવવાની ની શરૂઆત થઈ હતી.

અત્યારે વિકાસલક્ષી અને ડબલ એન્જિનની સરકારની વાતો થતી તે ઉપરાંત પંચાયતથીથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપ સરકાર કાર્યરત છે ત્યારે માણાવદર બાટવા વંથલી શાપુર સહિત ઘેડ વિસ્તારનો ઝડપી અને પ્રગતિ લક્ષી વિકાસ સાથે સાથે લાખો લોકોને સુખાકારી પ્રવાસની સુવિધા અને ઉદ્યોગ ધંધાને રોજગારીની તક પૂરી પાડવા માટે શાપુર- સરાડીયા રેલવે લાઇન શરૂ કરીને વાંસજાળીયા સુધી લાઈન જોડવી ખૂબ જ જરૂરી છે. જેના કારણે માણાવદરનો મરણ પથારીએ પડેલો જીનીંગ ઉદ્યોગ માં નવા પ્રાણ ફૂંકાય તે ઉપરાંત વંથલીની પ્રખ્યાત કેસર કેરી, ચીકુ રાવણા, સીતાફળ સહિતના ફ્રુટની નિકાસ પણ સહેલાઈથી થઈ શકે.

તે ઉપરાંત સરાડીયા થી નજીક એવા મરમઠગામના "સુરજ છાપ" પેંડા  અને થાબડી સરાડીયા થી રેલવેના વેગન ભરાઈને સૌરાષ્ટ્ર - કચ્છ અને મુંબઈ સુધી આ પેંડા અને થાબડીની નિકાસ થતી હતી તે પણ ઉદ્યોગ ધમધમતો થશે.

ત્યારે શાપુર - સરાડીયા રેલ્વે લાઈન માટે તંત્ર પાસે જમીન છે માત્ર રેલ્વે સ્ટેશન અને રેલવે લાઇન ના પાટા નાખીને આ બંધ પડેલી રેલવે શરૂ થઈ શકે. ત્યારે રેલવે શરૂ થવાથી નાના - મોટા ઉદ્યોગોથી આ વિસ્તારનો વિકાસ થઈ શકે તેમ છે. ત્યારે આ ઉપરાંત જે સરાડીયા થી વાંસજાળીયા સુધી રેલ્વે લાઈન નું જમીન સંપાદન કરીને જોડવાથી પોરબંદર -દ્વારિકા રેલ દ્વારા મુસાફરી કરી શકાય તેમ છે ત્યારે આ બાબતે સસદસભ્ય ધારાસભ્ય સહિતના નેતાઓ યોગ્ય દિશામાં રજૂઆત કરે તેવું પણ જરૂરી છે.

ત્યારે આ રેલવે લાઇન શરૂ કરવા માટે મોસાળે જમણવાર અને મા પીરસનાર જેવી કહેવત સાર્થક થઈ શકે તેમ છે.