જામનગર મોર્નિંગ - ભાવનગર (રીપોર્ટર: ફીરોઝ સેલોત)

શેત્રુંજી જળાશય યોજનામાંથી રબી/ઉનાળુ વર્ષ ૨૦૨૨-૨૩ માટે સિંચાઈના પાણી અંગેના ફોર્મ ભરવાની અધિસુચના બહાર પાડવામાં આવેલ હતી. જેમા જણાવેલ કે શેત્રુંજી જમણા કાંઠા નહેર તથા ડાબા કાંઠા નહેરના તમામ બાગાયતદારોની સિંચાઇની માંગણી અંગેની અરજી તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી અરજી ફોર્મ મંગાવવામાં આવેલ. પરંતુ બંન્ને કાંઠાની નહેરમાં સિંચાઈ અંગેના ફોર્મ નહિવત આવેલ હોવાથી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૨૮/૦૨/૨૦૨૩ સુધી લંબાવવામા આવેલ છે. આથી દરેક બાગાયતદારોને સિંચાઇની માંગણી અંગેની અરજીઓ વહેલી તકે ભરી દેવા ફરીથી જણાવવામાં આવે છે. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. જેની દરેક બાગાયતદારોને નોંધ લેવા કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.