થોડા મહિનાઓ પહેલા મોરબીમાં પણ બે ચોરીઓ આચરી: અન્ય ત્રણ શખ્સની સંડોવણી બહાર આવી: રૂ. 1.25 લાખ ઉપરાંતનો મુદામાલ રિકવર
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં એલસીબીએ બાતમીના આધારે એક શખ્સને સોના ચાંદીના દાગીના તથા ચોરીમાં ગયેલ રોકડ રકમ સહિતના મુદામાલ સાથે ઝડપી લઈ અન્ય ત્રણ શખ્સોના નામ ખુલતા ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપેલ હોય જે અન્વયે એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા અને ફિરોજભાઈ ખફીને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ વેસતીયા ભીલસીંગ ડામરા (રહે. છોટીઉતી, ચોકીદારફળીયુ, તા. જોબટ જી. અલીરાજપૂર, એમપી) (હાલ રહે. ખજુરીયાગામ, તા. કુકાવાવ) નામના શખ્સને રામપર ગામના પાટીયા પાસેથી દિતુભાઈ વાસકવાની વાડીમાંથી ઝડપી લઈ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, તેલનો ડબ્બો અને મોબાઈલ ફોન કુલ મળીને રૂ. 1,25,700નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમ્યાન કબુલાત આપી હતી કે થોડા દિવસ પહેલાં ધ્રોલ ટાઉનમાં રાધેપાર્ક સોસાયટીમાંથી એક મકાનમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 1,69,500ની ચોરી કરી તે જ સોસાયટીમાંથી એક મકાનની ચોરી કરી હતી, તથા થોડા દિવસ પહેલાં જામનગર શહેરમાં લાલપુર બાયપાસ પાસે આવેલ જ્યોતિ પાર્ક સોસાયટીમાંથી રોકડ રૂ. 25,000ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી તેમજ ચાર મહિના પહેલાં મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ચોકડી પાસે ઘુટુ રોડ પર સોસાયટીમાંથી સોના ચાંદીના દોઢ કિલો જેટલા દાગીનાની ચોરી કરી હોય ઉપરાંત બે ત્રણ મહિના પહેલા મોરબી જિલ્લાના વાંકાનેર હાઈવે રોડ પર લાલપર જતા રોડ પર આવેલ પાવર હાઉસ પહેલા એક સોસાયટીમાંથી રોકડ રકમ 80,000ની ચોરી કરી હોય તેમજ આ ચારેય ચોરીઓ કરવામાં તેની સાથે નારસીંગ મીનાવા (રહે. ગોરડીયા, ટાંડા, એમપી), જીતન જાલીયાભાઈ બામણીયા (રહે. ગોરડીયા, તા. ટાંડા, એમપી) અને સાલુ ભીલ (રહે. ગોરડીયા, તા. ટાંડા, એમપી) નામના ત્રણ શખ્સોના નામ આપતા ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે મુદામાલમાં સોનાનો એક ચેઈન, સોનાની ચાર વીંટી, સોનાની કડી એક જોડી, ચાર સોનાના દાણા, એક જોડી સોનાની બંગડી, ચાંદીના સાકળા ત્રણ જોડી, એક નંગ ચાંદીનો કંદોરો, ચાર નંગ ચાંદીની માળા, એક નંગ ચાંદીની લક્કી, રોકડ રકમ 24,000 એક તેલનો ડબ્બો અને ગુનામાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન સહિત રૂ. 1,25,700નો મુદામાલ કબ્જે કર્યો છે.
આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ જાડેજા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, અજયસિંહ ઝાલા, કિશોરભાઈ પરમાર, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બિજલભાઈ બાલસરાએ કરી હતી.
0 Comments
Post a Comment