સમશ્યાઓ અકબંધ, ગરીબ લોકો ભલે અથડાય ને કુટાય: રાજ્ય લેવલે ફરિયાદ કરી શકાય તેની વિગત પણ કેટલા જાણે છે??....લોકો જાગે સરકારમા હવે ફરિયાદો કરે
જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)
ગરીબોના સસ્તા અનાજના અનેક પ્રશ્નો જામનગર શહેર જિલ્લામાં એટલા વ્યાપક છે કે સમગ્ર પણે યાતના ભોગાવતા હજારો રેશનકાર્ડ ધારકોની માલમૢવાની મુશ્કેલી તેના કારણે પેટનો ખાડો પુરતો ભરાય નહી ને જે આંસુ નીકળે તે બને ત્યા સુધી લુછી શકાય તો ગરીબ લોકોનુ ભલુ થાય તે હેતુથી નિંભર તંત્ર સામે mysamachar.in એ એક નિયમસર અને જાહેર હિત જળવાય તેમ જંગ છેડી છે જે દરમ્યાન રેકર્ડ ઉપરની અને બીજી વાસ્તવિક બાબતો સામે આવી છે.જામનગરમા કાગળ ઉપર ધુળ ખાતા પુરવઠા તંત્રના કડક નિયમો અંગે જાણકારી મળી છે, પરંતુ સમશ્યા અકબંધ છે અનેક ગરીબ લોકો ભલે અથડાય ને કુટાય તેવી નિતિ આમ તો અનિતિથી પુરવઠા વાલકા જલસા કરે છે.
માટે હવે જંગી લોક જુવાળ જોઇશે અને ફરિયાદ ક્યા ક્યા કરી શકાય તેની તંત્ર પાસેથી રેકર્ડ પરની વિગત અમે મેળવી છે જે અહી વ્યુઅર્સ માટે આપી જ છે માટે લોકો જાગે ફરિયાદો કરે.
લોકો જાણે છે તેમ તાલુકા તકેદારી સમીતી. ૫. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર(સરકાર માન્ય વાજબી ભાવની દુકાન) જિલ્લા તકેદારી સમીતી. તાલુકા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીશહેર નાગરિક પુરવઠા અનેગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતી. જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીનો સહયોગ લોકો મેળવી શકે છે. જિલ્લા કક્ષાએ કાર્યરત સંકલન સમીતીમાં પ્રશ્નોની રજુઆત મેળવી ગ્રાહકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે. પુરવઠા વિષયક કામગીરીમાં કોઈપણ કક્ષાએ અડચણ અનુભવાતી હોય તો તે દુર કરવા માટે ઓન–લાઈન કાર્યક્રમમાં પણ લોકોની સામેલગીરી મેળવવામાં આવે છે. આમ, લોક સમસ્યાના નિવારણ અર્થે એક થી વધારે ફોરમ ઉપલબ્ધ છે, વગેરે વગેરે વિગત જિલ્લા પુરવઠા અધીકારીએ આપી છે પરંતુ આ માત્ર રેકર્ડ ઉપરની સુફીયાણી વાતો છે એ મુજબ કઇ થતુ જ નથી અને લોકોની રેશનવોર્ડ અંગેની થોકબંધ ફરિયાદો હલ થતી નથી ઉલટી વધતી જ જાય છે.
હવે ફરિયાદ ઝુંબેશ સરકારમાં લઇ જાવ માટે રાજય કક્ષાએ સચિવશ્રી, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતોનો વિભાગ, બ્લોક નં. ૧૪/૫, સચિવાલય ગાંધીનગર.
નિયામકશ્રી, નાગરિક પુરવઠા, બ્લોક નં.૧૪/૬ માં ફરિયાદો લોકો કરે તે જરૂરી છે જો કે આ દિશામા પણ શરૂઆત થઇ ગઇ છે.
કેમકે મામલતદાર નાયબ મામલતદાર પુરવઠા ઇન્સ્પેક્ટર હેડ ક્લાર્ક જિલ્લા પુરવઠા અધીકારી વગેરે તો લોકોનુ સાંભળવા માટે નહી દુકાનદારોનુ હિત જોવા બેઠા હોય છે તેમ.લોકોનો આક્રોશ પુર્ણ અભિપ્રાય છે.
જાહેર વિતરણ વ્યવસ્થા સુદ્રઢ અને પારદર્શી બનાવાના પોકળ દાવા પ્રોએક્ટીવ અને વખતોવખતની મીટીંગમા ચર્ચા
જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે રેશનીંગ વોર્ડ માથી કાર્ડ ઉપરવખતોવખત ગરીબોને મળતા અનાજ ખાંડ કઠોળ તેલ કેરોસીન વગેરે સુદ્રઢ અને પારદર્શી બનાવાના પોકળ દાવા પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝરમા છે અને વખતોવખતની મીટીંગમા ચર્ચા થાય છે પરંતુ લખવામા સારૂ લાગે તે પુરતુ જ.....??!!!જો એમ ન હોય ખરેખર તો પગલા ન લેવાય?? પરંતુ કોઇનાય પેટનુ પાણી નથી હલતુ તેમ લોકોની વેદના પોકારે છે.
0 Comments
Post a Comment