જામનગર મોર્નિંગ - અંબાજી: 

અંબાજીમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ધામ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ધામ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. અંબાજી ખાતે વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ આવેલી છે. અંબાજી ખાતે એક પણ શાળા સીબીએસસીવાળી આવેલી નથી. અંબાજીના 1200 જેટલા બાળકો રોજના આબુરોડ ખાતે અભ્યાસ કરવા જાય છે. અંબાજી ખાતે અંગ્રેજી મીડીયમની ગુજરાતી બોર્ડ વાળી ખૂબ ઓછી શાળાઓ આવેલી છે ત્યારે 2015માં અંબાજી ખાતે મહિલાઓ દ્વારા કિડ્સ ગાર્ડન સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. આ શાળામાં હાલમાં 70 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને આ શાળામાં તમામ સ્ટાફ મહિલા હોવાથી બાળકોના અભ્યાસ અને ઘડતરમાં મોટો ફાળો આપવામાં આવે છે. કિડ્સ ગાર્ડન સ્કૂલનો ચોથો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકો દ્વારા સુંદર પર્ફોર્મસ આપવામા આવ્યુ હતુ. 

આ શાળામાં 26 જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના રોજ બાળકોને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવે છે અને બાળકો સુંદર દેશભક્તિ ના ગીતો પર વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેતા હોય છે. મૈત્રી અંબે સોસાયટીમાં આવેલી કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ 2015માં અંબાજીની મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ મહિલાઓ દ્વારા મહેનત કરીને શાળા ના બાળકો ના ઘડતરમાં મોટો ફાળો આપવામાં આવે છે અને આ શાળા દ્વારા ચોથો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં 70 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને 400 કરતાં વધુ બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા અને શાળાનો સ્ટાફ પણ આ પ્રસંગે જોડાયો હતો. શાળાના સ્ટાફમાં રાખી શર્મા, હિમાંશી રાઠોડ, પૂજા ગોયલ- પ્રિન્સિપાલ, શ્વેતા પ્રજાપતિ, ધારા મહેતા, હેમા ભંભાણી, ચંદા જોશી, મીના અને ગાયત્રીના સહયોગ થી સફળતાપૂર્વક વાર્ષિક ઉત્સવને સફળ બનાવ્યો હતો અને શાળાના 20 બાળકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. શાળાના નાના નાના બાળકોએ 12 થી વધુ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જેમાં સૌથી સારી કૃતિ જલિયાવાલા બાગના કાર્યક્રમમાં જોવા મળી હતી.