જામનગર મોર્નિંગ - જામનગર
 
જામનગરના ખાવડીમાં રહેતા મહોબતસંગ અદેસંગે ટ્રક જીજે 10 ટીએક્સ 5121 નંબરનો સુંદરમ ફાઈનાન્સ લી. પાસેથી લોમ મેળવી ખરીદ કરેલ હતો, ટ્રક ખરીદતી વખતે કોટક મહેન્દ્રા લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લી.નો કોટક કમ્પ્લીટ કવર ગ્રુપ પ્લાન મેળવ્યો હતો. પોલીસીનો સમય ચાલુ હોય તે દરમ્યાન મહોબતસંગને શ્વાસ લેવામાં તકલીફ થતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગત તા. 7-8-20ના દાખલ કરવામાં આવ્યા હતા, બાદમાં સારવાર દરમ્યાન ગત તા. 8-8-20ના રોજ મહોબતસંગ અવશાન પામ્યા હતા, બાદમાં તેમના વારસા દ્વારા વિમાની રકમ મેળવવા ક્લેઈમ ફોર્મ ભરતા વીમા કંપની દ્વારા મહોબતસંગને કિડનની બીમારી તથા અન્ય જુની બીમારી હોવાથી ક્લેઈમ રેપ્યુડીએટ કરેલ. મહોબતસંગના પરિવાર દ્વારા જામનગરના ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ વીમા પોલીસીની રકમ મેળવવા ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદી તરફથી વકીલ સોહીલ આર. બેલીમ દ્વારા નામદાર સ્ટેટ કમિશન તથા નામદાર નેશનલ કમિશનના ચુકાદા રજુ કરેલ અને ધારદાર દલીલો કરતા દલીલો માન્ય રાખતા વીમા કંપનીને મહોબતસંગના અવસાન થયા ત્યારથી ગત તા. 9-8-20થી બાકી રહેતી લોનની રકમ ક્લેઈમ ફોર્મ ભર્યાની તારીખથી 6%ના વ્યાજ સાથે રૂ. 25,22,000 ચુકવવા મહોબતસંગના વારસાને ચુકવવા હુકમ કરેલ હતો. ફરિયાદી તરફથી વકીલ તરીકે સોહીલ બેલીમ અને જય બી. અગ્રાવત રોકાયા હતા.