જામકંડોરણા તાલુકના ચિત્રાવડપાટીના રહેવાસી યોગરાજસિંહ ચુડાસમાના માતા જ્યોતિબા ચુડાસમાની માલિકીની ખેતીની જમીન સર્વે નં. 616 પોતાની માલિકીની આવેલ હોય તથા સર્વે નંબર 617 સંયુક્ત નામે આવેલ હોય. જેમાં જ્યોતિબાએ સર્વે નં. 616 જમીન જે પોતાની માલિકીની આવેલ હોય તે ગત તા. 2.2.23ના રોજ બળદેવસિંહ કરણસિંહ ચુડાસમાને વેંચી નાખી હોય, અને સર્વે નંબર 617 વાળી સંયુક્ત નામની જમીન જ્યોતિબા પાસે હોય જે એક વર્ષ માટે હાલુભા ગુલાબસંગ ચુડાસમાને વાવવા માટે આપેલ હતી, ત્યારબાદ કબ્જો જ્યોતિબા પાસે હતો.
જ્યોતિબાએ પોતાની જમીન વેંચતા ગત તા. 6ના રોજ રાત્રીના જ્યોતિબા તેમજ જમીન ખરીદનાર બળદેવસિંહને હાલુભાએ ફોન કરી ધાક ધમકી આપી જમીનમાં કોઈ પ્રવેશ કરશો તો હાથપગ ભાંગી નાખવાની ધમકી આપતા અને જમીનનો કબ્જો હું કોઈને નહીં આપું અને અગાઉ પણ હાલુભાએ વારસાઈ નોંધમાં ખોટી વાંધા અરજી કરી પૈસા પડાવવા માટે ધાક ધમકી આપેલ હતી જે ફરિયાદ જ્યોતિબાના પુત્ર યોગરાજસિંહે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં આ અંગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી માટે પણ જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
0 Comments
Post a Comment