જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)

અદાણી ઉદ્યોગ સમૂહના એક હિસ્સો એવા અદાણી પાવર લિ.એ ૩૧ ડિસેમ્બર-૨૦૨૨ના અંતે પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરના નવ માસના પરિણામોની જાહેરાત કરી છે. 

નાણાકીય દેખાવ

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના ત્રીજા ક્વાર્ટરમાં એકીકૃત આવક રુ.૫,૫૯૪ કરોડની તુલનમાં ૨૦૨૨-૨૩ ના સમાન સમય માટે ઉંચી નિયમનકારી આવક, કાર્યક્ષમતામાં થયેલો વધારો, લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ (“PPA”) હેઠળ ટેરિફ વસૂલાતમાં સુધારો અને માર્ચ ૨૦૨૨માં ગુજરાત ડિસ્કોમ સાથે ૧,૨૩૪ MWના બિડ-૨ના PPAનું પુનરુત્થાનના કારણે એકીકૃત કુલ આવક ૪૮% વધીને રૂ.૮,૨૯૦ કરોડની થઇ છે.. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના ત્રીજા ક્વાર્ટરની નાણાકીય કામગીરીમાં માર્ચ ૨૦૨૨ માં હસ્તગત કરવામાં આવેલ મહાન એનર્જન લિ.ના ૧,૨૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટની કામગીરીનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ત્રીજા ક્વાર્ટરની આવકમાં અગાઉની એક સમયની રૂ.૫૧૭ કરોડની આવકનો સમાવેશ થાય છે. તેની તુલનામાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ પ્રકારની એક વખતની આવકની વસ્તુઓની રકમ રૂ.૭૪ કરોડ થઇ હતી.. 

ચાલુ ૨૦૨૨-૨૩ના વર્ષના પ્રથમ નવ મહિના માટે એકીકૃત થયેલી કુલ આવક ૭૫% વધીને રૂ.૩૨,૨૪૫ કરોડની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સમાન સમયગાળામાંરૂ.૧૮,૩૭૯ કરોડ થઇ હતી, અને તેમાં અગાઉના સમયગાળાની રુ.૫,૬૪૧ કરોડની આવક મુખ્યત્વે વિવિધ નિયમનકારી આદેશોના કારણે થયેલી તેની. સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના નવ માસની આવકમાં રૂ૮૭૨ કરોડની આ પ્રકારની વન-ટાઇમ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ત્રીજા ક્વાર્ટરના રુ. ૨,૦૦૩ કરોડની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ત્રીજા ક્વાર્ટર માટે EBITDA  રૂ૧,૯૯૬ કરોડનો નજીવો નીચો રહ્યો હતો.જે મુખ્યત્વે ઊંચા ઈંધણના ખર્ચને કારણે મર્યાદિત હતો, જે આંશિક રીતે એક વખતની ઊંચી આવક દ્વારા સરભર થઈ હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ત્રીજા ક્વાર્ટરના રુ.૫,૮૪૭ કરોડની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ત્રીજા ક્વાર્ટર માટે EBITDA ૧૦૩% વધીને રૂ.૧૧,૮૫૧ કરોડ થયો છે જે સુધારેલ ટેરિફ વસૂલાત, ઉચ્ચ વન-ટાઇમ રેવન્યુ માન્યતા અને 1,234 MW બિડ-2 PPA ના પુનઃસજીવન દ્વારા સહાયિત.