જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના તલાટીઓની બદલી કરવામાં આવી છે જેમાં નમ્રતાબેન ભટ્ટી કાલાવડ તાલુકાના સરવાણીયા-પ્રભુજીપીપળીયા ફરજ બજાવતા હોય જેને કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે મુકવામાં આવ્યા છે. જામનગરના ફલ્લામાં ફરજ બજાવતા હિતેશ સુથારને જામનગરના કાનસુમરામાં, ઠેબામાં ફરજ બજાવતા પીયુષ કોડીનારીયાને ચંગા-બાવરિયામાં, ધ્રાગંડામાં ફરજ બજાવતા લખધીરસિંહ વાળને ઠેબામાં, નવાગામમાં ફરજ બજાવતા નિલેશ ગોજીયાને મોટી ભલસાણમાં, પડાણામાં ફરજ બજાવતા ડી.ડી. પંડયાને લતીપુરમાં, ખટિયા બેરાજા-નાના લખીયામાં ફરજ બજવતાં રાજદીપદાન ટાપરીયાને નવાગામમાં અને ગલ્લા-ખેંગારપારમાં ફરજ બજાવતા પરેશ પટેલને પડાણા-મેઘપરનવાણીયામાં મુકવામાં આવ્યા છે.