અભ્યાસપુર્ણ કાર્યવાહી, લગત કચેરીઓના રિવ્યુ અને પુરા પડાતા ડેટા, માર્કેટની ચડ ઉતર, જનતાના પ્રત્યાઘાતો વાંધા સુચનો વગેરે લઈ તબક્કાવાર સેક્ટર વાઈઝ વધારો કરવો જરૂરી: આ નિષ્ણાંતોનો અભિપ્રાય છે જો કે ચોક્કસ હુકમ થાય તે પુરતુ લાગુ થશે તે સમજી શકાય પરંતુ એડહપક એટલે ચોક્કસ કે નિશ્ચિત ક્ષેત્ર કામ હુકમ અમલ માટે ડબલ ભાવ કર્યા છે પરંતુ તો પણ "ભારે પડે....કેડ વળી જાય" જો કે અમલ ચાલુ થય ગયો સરકાર માય બાપ છે ને?
નાગરીકો-ડેવલપરો-ટેક્સ અને રેવન્યુ પ્રેક્ટીસનર્સ-ખેડૂતો-બ્રોકર્સ-સીએ-મીલકત ધારકો સહિત વિશાળ વર્ગના શહેરોમાંથી અને ગામડાઓમાંથી અભિપ્રાય મળ્યા કે સરકારે બહુ ઉતાવળ કરી અમે નાણાકીય વર્ષના અંતે જ વેલ્યુએશન ઓપીનિયનને ગણીતો માંડવા કે આકારણીમાંથી ઉંચા નહી આવીએ
ગુજરાત સરકારની મુખ્ય કેબિનેટ સિવાયનુ કોઇ ભેજુ કામ કરી ગયુ વગોવાશે ભાઈ ભુપેન્દ્રભાઈ જ
સરકારને પોતાના વિભાગોનો અભિપ્રાય લેવો જરૂરી ન લાગતા અને અમસ્તીય જંત્રીમા અગાઉથી ય ઘણી વિસંગતતાઓ હોવાથી આ પ્રશ્ન રી-સર્વે જેવો જ હેડેક બની રહેશે. જો કે સરકાર વિચારણા કરે છે કઇક સમય આપે તબક્કાવાર અમલ કરે સેક્ટર વાઇઝ સ્ટડી કરે જુના વખત ની ભુલો સુધારે તો નક્કર કામ થાય, ઘણા સર્વે નંબર નથી આગળ કરતા પાછળના વિસ્તારના વધુ ભાવ ડેવલપમેન્ટ છે ત્યા સસ્તુ ને ઇન્ટીરીયર મોંઘુ આ બધુ ભ્રષ્ટાચારને પોષવાની વાત છે. જે પ્રજાએ મત આપ્યા તેના જનપ્રતિનિધી પણ ચુપ કેમ કે બોલાય નહી અમારી પાર્ટી શિસ્ત ને વરેલી છે. અરે મારા ભાઇ મોંઘવારી મંદી વચ્ચે આ બાકી હતુ તે ડામ દેવાય તે તમે જોતા રહો બોલી ન શકો તો લોકોનો અવાજ કોણ પહોંચાડશે? આને શાસક પક્ષના નેતાઓની શિસ્ત નહી મજબુરી ને લાચારી કહેવાય. અને ફેબ્રુઆરી માર્ચમા ટ્રાન્જેક્શન્સ જેમ કે ખરીદ વેચાણ ગીરો બક્ષીસ દેણા લેણા લોન કરાર નાણા રોકાણ વગેરે બધુ યર એન્ડીંગના કારણે ટેક્સ એડજસ્ટ કરવા વધતુ હોઇ સરકારે મોકે ઘા કર્યો મુળ તો નાણા એકઠા કરવાની વાત છે સરકારની તિજોરી સમૃદ્ધ નથી કેમ કે નાણા નાટકોમા વપરાયા વધુ અને દેણુ જબરૂ છે. કેગ કહે છે કે હાલ સૌથી વધુ કરજ ગુજરાત ઉપર છે યોજનાઓ થોકબંધ કરી પણ નાણા ક્યા? એટલે તો ઘણી યોજના બંધ કરી કાં લોકોને ભુલાવી દીધી જેમ "વિકાસ"ને બદલે આત્મનિર્ભર અને અમૃત વર્ષ (તમે તમારૂ કરી જ લેજો અમારા ભરોસે બેસતા નહી અમે તો તમારા ટેક્સના કે બેંકમાં રહેલા નાણા પાંચ પચ્ચીસને દઇ દેવામા વ્યસ્ત છીએ પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ અસ)ને બીજુ રૂપકડુ નામ અમૃતમાં આનંદ કરો બસ આર્ટ(કલાકારી જે વાસ્તવિક ન હોય મનોરંજન કે કર્ણસુખ માત્ર આપે એનાથી જીવન નિર્વાહ સરળ ન થાય) કોલેજોમાં હવે અભ્યાસક્રમમાં અન ઓફીસયલી અમુક શાસકના ભાષણો કોર્ષમા આવી ગયા....!!
સૌથી વધુ તકલીફ મધ્યમ વર્ગને મકાન, જમીન, નાની દુકાન, નાનુ કારખાનુ, લોન મોર્ગેજ, ભાઇઓના ભાગ હિસ્સા વારસો વગેરે મિલકત લગત થશે અને વિવાદ વધશે બિનજરૂરી પ્રોસીજર્સ ફી વગેરે વધશે સરકાર તંત્રો અને લોકોના સમય શક્તિ નાણા વેડફાશે.
જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)
હાલ મોટા ભાગની જનતાને સ્પર્શતા એવો વિષય ચાલે છે તેની સીધી જ વાત કરીએ તો એ પણ ઉલ્લેખ કરીએ કે હાલ આ જંત્રી જેમાં સરકારે દરેક સ્થાવર મીલકત (મકાન,પ્લોટ, કારખાનુ, દુકાન, ખેતર, વાડા, ભાડાપટ્ટાની જમીન, ગીરવે રાખવાની સ્થાવર મિલકત, સરકારી પડતર ખરાબો, ખનીજલીઝ, લોનવેલ્યુએશન એસેટ વેલ્યુએશન વગેરે સહિત તમામ)ની વેલ્યુ સીધી જ ડબલ એક ના બે કર્યા છે તે એડહોક ધોરણે અમલમાં છે એટલે કે ચોક્કસ સંબંધીત કામ માટે માટે જે જે કામ સર હુકમો થાય તે મુજબ અમલ થાય તે સિવાય જે ને કહીએ કે લાગઠ કાયમ આ જ રીતે અમલ ન થાય પરંતુ કામચલાઉ ધોરણે છે તેમ મુખ્યમંત્રીએ પ્રેસ સમક્ષ કીધુ હતુ જો કે ઠરાવ મા એડહોક ધોરણે એવો શબ્દ નથી.ભલે ને કામ ચલાઉ કે ચોક્કસ હેતુથી અમુક ક્ષેત્ર પુરતુ ડબલ કર્યાના અર્થઘટન થાય પરંતુ સ્થાવર મિલકતની બજાર કિંમત ગુજરાત ભરમાં ૨૦૧૧ના જંત્રીના ભાવથી ડબલ કરવાનો હુકમ અમલ કરવાનો ઠરાવ છે તેમાં હાલ પુરતુ એમ નથી માટે અગાઉના મુખ્યમંત્રીની જેમ નિર્ણયમા સુધારા વધારા કરવા પડે કે અમલ મોકુફ રાખવો પડે કે બીજુ કોઇ પગલુ લેવાય પરંતુ તેમ છતા આ જંત્રીમા એક ના ડબલ કર્યા પહેલા ઘણા સુધારા વધારા પુર્તતા તબક્કા ગ્રેડ સ્પષ્ટતાની ઘણી જરૂર છે સીધુ જ અમલમા આવ્યુ માટે ખોબલે ખોબલે મત આપનાર પ્રજા માટે હાલ મંદીમોંઘવારી બેરોજગારી વગેરે કાળમા ખુબ અઘરૂ છે.
પહેલાતો જંત્રી એટલે શું અને કોણ નક્કી કરે છે?
સરકારી જંત્રી એટલે, કોઈ પણ પ્રોપર્ટીનું ખરીદ કે વેચાણ માટે સરકાર દ્વારા જે લઘુતમ ભાવ નક્કી કરવામાં આવે છે, જેના દ્વારા કોઇ પણ વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો તેને સરકારી ચોપડે તેની મિલકતના માલિકની નોંધણી કરવામાં આવે છે. જેને કાયદાકીય રીતે પુરાવા તરીકે માન્ય ગણવામાં આવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. ગુજરાતમાં જેને જંત્રી કહેવામાં આવે છે તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
જંત્રીના દર વધારાથી ક્યાંક ખુશી તો ક્યાક ગમ છે એનુ કારણ એ છે કે જ્યારે આ નક્કી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવાની હોય છે (પરંતુ હાલ જે થયુ તેમા સમીક્ષા નથી થઇ માટે ગુજરાતની જનતા અને મિલકત સંબંધીત સૌ સલાહકારો બિઝનેસ મેન સૌને આંચકો લાગ્યો નહિતો અગાઉ જંત્રી તૈયાર થયાના બબે કે તન તન વર્ષે અમલ થયા હતા તો હવે ઉતાવળ શું કામ?) અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.
જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. બેન્કમાંથી લોન લેવા માટે, લોન ક્રેડિટનો સમયગાળો વધારવા માટે, કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવા માટે, ઇનકમ ટેક્સ ફાઈલ કરવા માટે, વિઝા મેળવવા માટે, આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઈલિંગ માટે તેનો ઉપયોગ થાય છે. તો હવે એક વાત નક્કી છે, જો તમે કોઇ પ્રોપર્ટી ખરીદી રહ્યા હો તો તમારે દસ્તાવેજ કેટલાનો કરવો પડશે તેની આગોતરી માહિતી મેળવવી જરૂરી છે. ત્યારે ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે. ગુજરાતમાં 2006માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ 2008માં થયો હતો. 2011માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે. જેને હાલમાં પણ સર્વેના આધારે જ નક્કી કરવામાં આવ્યો છે.
જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.પરંતુ હાલ જંત્રીમા તે મુજબ આખી જંત્રી અભ્યાસપુર્ણ પ્રેક્ટીકલ ઇથીકલ કે એપ્લીકેબલ નથી
ક્યાંથી જાણવા મળે જંત્રીનો રેટ
જંત્રીનો દર ઓનલાઈન જાણી શકો છો. તમે ગરવી ગુજરાત કે મહેસૂલ વિભાગની વેબસાઈટ પર જશો, એટલે તમારે જે-તે શહેર, ગામ અને વિસ્તારની વિગતો નાખવાની રહેશે. આ વિગતો આપ્યા બાદ તમને જંત્રીનો રેટ જાણવા મળશે. તમને રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, બિન-પીયત, ખેતી-પીયત, બિનખેતીનો અને ખેતીલાયક વિસ્તારનો રેટ જાણવા મળશે. આ રેટ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હોય છે.
હવે હાલની જંત્રીના જંતર મંતર ને મોકાણ સ્થિતિ ની સમીક્ષા કરીએ જનમતના આધારે તો અનેક મુદાઓ ઉભરી આવ્યા છે જે ચોંકાવનારાઓ છે.
લોકો શુ કહે છે? ખેડૂતો આર્કિટેક્ટ સહિતના નિષ્ણાંતો સલાહકારો શુ કહે છે? એક જ વાત છે આ રી-સર્વે જેવુ જ કે તેથીય વધુ કમરતોડ નઝરાણુ છે.
ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યુ છે કે ખેતી ની જમીન ના સર્વે માં ઉતાવળે કામ આટોપી દીધું અને નવા નકશાઓ માં જે ભૂલો રહી ગઈ એજ રીતે જંત્રી માટે ગ્રામ્ય વિભાગ અને ન શહેરી વિસ્તાર ના ઝોન ના નકશાઓ માં ભૂલો રહી ગઈ છે.
નગરજનો અભ્યાસુઓ જાણકારો શું કહે છે?
તો વળી અભ્યાસુઓના મતે ઘણા સર્વે નંબરો દર્શાવવા ના રહી ગયા છે અને ઘણા સર્વે નંબરો નો એક થી વધુ વખત ઉલ્લેખ થયેલ છે.આથી એકજ મિલકત ના બે ત્રણ કે ચાર ભાવ મળે છે જેથી પ્રજા માં ગૂંચવાડો ઉભો થાય છે.એક જ મિલકત ના જુદા જુદા ભાવ ની વિચિત્રતા ને કારણે ભ્રષ્ટાચાર નો માહોલ ઉભો થાય છે.
અમુક નગરજનોના અભિપ્રાય છે કે દાખલા તરીકે સજુબા સ્કુલની સામેના ભાગે રોડ પરની મિલકત ના ભાવ કરતા રોડની પાછળ અંદરના ભાગે આવેલી મિલકતના ભાવ સરકારની કહેવાતી સમીક્ષાજનક જંત્રીમાં ભાવ વધારે છે. રોડ પર કોમર્શીયલ દુકાનના ભાવ કરતા રોડની અંદર, દુકાનની પાછળ આવેલ ઓછા વિકસિત રહેણાંક મિલકતના ભાવ વધારે છે.
તેમજ નગરજનોના મતે પ્લોટ ફ્લેટ, દુકાન, ઓફીસ ,ઔદ્યોગિક પ્લોટ,ખેતીના ભાવ જેતે ભાવ મર્યાદાઓ અને વિભાગવાર આપેલા છે તેમાં કઇ બેલેન્સ થતુ નથી ને ન સમજાય તેવો ગોટાળો છે.
પ્રેક્ટીસનર્સ એડવાઇઝર્સના મત મુજબ સરકારે જે ભાવ 1:2:3:4 નો નિયમ આપ્યો છે તે જંત્રીમા જળવાયેલ નથી.ક્યાંક ફ્લેટ અને ખુલ્લી જમીનના ભાવ સરખા છે કાં તો નજીવા ફેરફાર સાથેના છે. મિલકતના પ્રકાર પ્રમાણે ભાવમાં સંતુલન નથી જે લોકોમાટે હાલાકી ને નુકસાન છે.
જુદા જુદા પ્રેક્ટીસનર્સે ડેવલપર પર્ચેઝર વગેરે એ એમ પણ જણાવ્યુ હતુ કે રેવન્યુ સર્વે, સીટી સર્વે, ટીપી સ્કીમના ભાવમાં પણ સંતુલન નથી. અમુક મિલકતોના ભાવ બધા વિભાગમાં આપવામાં આવેલા છે જેમાં પણ વિસંગતતા છે અને એડવોકેટ તથા સામાન્ય પ્રજા બધા જ ને જંત્રીમાં સર્વે નંબર શોધવામાં અગવડ પડે તેવું ફોર્મેટ છે. ખરેકજર મુળભૂત હક મુજબ નાગરિક સરળતાથી જોઈ શકે શોધી શકે તેવા ફોર્મેટ માંજંત્રી સર્વે નંબરના ક્રમ પ્રમાણે પૂરી પાડવી જોઈએ તેમ અવાજ બુલંદ થયો છે.
વેલ્યુએશનથી હાલ બેહાલ
એક નિષ્ણાંતે તેમજ ખાનગી વેલ્યુઅરે જણાવ્યુ કે દાખલા તરીકે સીટી સર્વે વોર્ડ નં 15માં રણજીતનગર શહેરની મધ્યમાં આવેલું છે અને ખૂબ મોટો વિસ્તાર છે ત્યાં ના રેવન્યુ સર્વે નં 15 પ્રમાણે ભાવ આપેલા છે. મિલ્કતવાઇઝ/સીટી સર્વે નંબર વાઇઝ ભાવ નથી. આખા એરિયાનો ભાવ એક જ છે તો આનો અર્થ શુ સમજવો? ફરક નહી કઇ તફાવત જ નહી શુ ટેબલ ઉપર બેસીને ભાવ નક્કી થયા? સરકારી વિભાગના અધીકારી કર્મચારીઓ થોડા બીઝનેસમેન છે? તો એને માર્કેટ રેટ દરેક વિસ્તારના ખબર હોય તેમને તો સરકારી જંત્રી મુજબ વેલ્યુ ફી સ્ટેમ્પ પ્રોસીજર વગેરે થયાનુ જ જોવાનુ હોય છે માટે સરકારે ફીલ્ડ વર્ક વગર જ વારંવાર આ માર્કેટ અને રીયલ એસ્ટેટ અને ફાયનાન્સીયલ રોટેશન ની કરોડ રજ્જુ સમાન ગણાતી જંત્રી ખરેકજર કરોડરજ્જુ તોડનાર બનાવી હોવાનો નિષ્ણાંતો નો મત છે અને ઓચિંતા નો રાતોરાત રજા ના દિવસો માં નવી જંત્રી જાહેર કરી નોટબંધી ની જેમ પ્રજા ને આઘાત માં નાખી દીધી છે.ગુજરાત ની પ્રજા સાચુ છુપાવે છે ગેરલાભ લે છે તેવી માનસીકતા શાસકો રાકજતા હોય તેવી શંકા સહેજે થાય છે કેમકે તેવું વર્તન સરકાર કરી રહી છે.156 સીટ મળવાથી છાતી 56" ની થઈ ગઈ છે. પણ જનતાની છાતી પેટ સંકોચાઇ વાંસો ને પેટ એક થય ગયા એ તો કોક જુઓ...!!!!
આફટર શોક
સચિવાલયમાં કામસર માર્ગદર્શક તરીકે સેવા આપતા સેવાભાવીઓમા ના સુત્રો જણાવે છે કે સરકાર પાસે જુદા જુદા શહેરો ગામો નો કે ખેતી ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રા હાઉસીંગ કોર્મર્શીયલ ઉદ્યોગ વગેરે અનેક ક્ષેત્રોનો ખાસ કરીને રિયલ એસ્ટેટ વિકાસનો રિયલ નકશો જ નથી કેમકે સ્થળ પર જઈ સર્વે કરવામાં આવતો જ નથી એવું સ્પષ્ટ લાગે છે.ઓફીસ માં બેસી અધૂરા નકશા તથા જૂની માહિતી ને આધારે ટેબલવર્ક કરી આ વધુ એક વખત જનતા ઉપર બોજારૂપ જંત્રી બનાવવામાં આવે છે તેમ પણ લોકો આક્રોશમા કહે છે.
વાંચકોને વિનંતી આટલુ ખાસ વાંચો મુદાવાઇઝ બધુ જ સમજાય જશે રાજનિતિ કોઇની અનિતી કોઇની ખંખેરવાની મુરાદ કોઇની પ્રજાને બેવડી વાળવાની બેધારી નિતી કોઇ નો ઇરાદો અને તેના પ્રકાર કેમ આ જરૂર પડી વગેરે પોઇન્ટસ ચોંકાવનારા છે.
0 Comments
Post a Comment