જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સીંગચ ગામે મેહુલ મોહન શાહ વિગેરેના સંયુક્ત ખાતે ખેતીની જમીન આવેલ છે. આ ખેતીની જમીનના ગામ નમુના નં. 6માં કોઈ ત્રાહિત વ્યક્તિની અરજીના આધારે બોજા મુક્તિ અંગેની નોંધ દાખલ કરવામાં આવી હતી અને તે નોંધ સર્કલ ઓફિસર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. જે નોંધ ખોટી રીતે અરજદારે ખેતીની જમીનના ગામ નમુના નં. 7માં લખાયને આવતી હોય તે જાણવા મળતા મેહુલ મોહનભાઈ શાહ દ્વારા પ્રાંત અધિકારી લાલપુર કોર્ટમાં વિલંબ માફ કરવા અંગેની અરજી સાથે અપીલ રજુ કરી હતી. પ્રાંત અધિકારી સાહેબની કોર્ટમાં વિલંબ માફ કરવા અંગેની અરજી માટે મુદત આપવામાં આવેલી હતી, મુદતમાં અરજદારના વકીલ હિરેન ગુઢકાએ ધારદાર રજુઆત કરતા પ્રાંત અધિકારી દ્વારા અપીલ દાખલ કરવામાં થયેલ વિલંબ કોર્ટમાં માફ કરવામાં આવી હતી. અરજદાર તરફથી વકીલ હિરેન ગુઢકા રોકાયા હતા.