જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર મહાનગરપાલીકા દ્વારા જામનગર પાલીકાના જુદાજુદા ટેકસોમાં વધારો કરવાનુ તેમજ નવા ત્રણ કર દરો વધારવા માટે સુચીત કરેલ છે. જેમાં ગ્રીનરી ચાર્જનો નવો ટેકસ ઉભો કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક અને બીન રહેણાંક મીલ્કતો માં તે ટેકસનો નવો દર લાગુ પાડવાની તેમજ નવા ટેકસ દર તરીકે ફાયર ચાર્જીસ ના નામે રહેણાંક મીલ્કતો અને બીન રહેણાંક મીલ્કતો માટે તેમજ સ્ટ્રીટ લાઈટ યુસેજ નામે ત્રીજો કર દર તમામ મીલ્કતો માટે લાગુ પાડવાની વર્ષ 2022- 23 ના બજેટ માં ભલામણ કરેલ છે. આ દરખાસ્ત રદ કરી શહેરીજનો ઉપર વધારાનો કરબોજ ન નાખવા વિપક્ષના કોર્પોરેટર નુરમામદ પલેજાએ માંગણી કરી છે.

હાલ જામનગર મહાનગર પાલીકા દ્વારા પ્રોપર્ટી ટેકસ, વ્હિકલ ટેકસ, વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, ક્ધજરવન્સી સુએજ ટેકસ લોકો પાસેથી વસુલવામાં આવે છે. અને આ ટેકસની વસુલાત જામનગર મહાનગર પાલીકા ધ્વારા જામનગર શહેરના તમામ કાયદેસરના અને ગેરકાયદેસરના બધા જ મીલ્કત ધારકો પાસેથી વસુલ કરવામાં આવે છે.અને આ બધાજ ટેકસનો ભારણ જામનગર શહેર ની મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ની વસ્તી માટે આર્થિક બોજા સમાન છે, ત્યારે આ નવા દર થી જામનગર શહેર ની મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની પ્રજા ના માથે વધારાનો ટેકસ નાખી હાલ લોકો ની કમર પર આર્થિક બોજ નાખી લોકો ને કર બોજ હેઠળ દબાવી દેવાની એક માત્ર પધ્ધતી છે. જામનગર શહેર ના અનેક વિસ્તારો જેવા કે વોર્ડ નંબર-1, વોર્ડ નંબર -6, વોર્ડ નંબર -4 અને નવા વધારેલા વિસ્તારો માં વર્ષ 2006 થી જામનગર મહાનગર પાલીકા ઘ્વારા બધી જાતના ફ્લેક્સ્ડ ટેકસ વસુલવામાં આવે છે,

વોર્ડ નંબર - 1 ના વિસ્તાર માં પાણી પુરૂ પાડવામા આવતુ નથી અને વોટર ટેકસ વસુલવામાં આવે છે. આજ રીતે જામનગર શહેર ના અનેક વિસ્તારોમાં નળ કનેકશન ન હોવા છતા વોટર ટેકસનો ચાર્જ 365 દિવસનો લઈને સરેરાશ 170 દિવસ પણ પાણી આપવામા આવતુ નથી.

જામનગર લોકો સાથે જામનગર મહાનગર પાલીકા નુ અન્યાય કારક વલણ છે. આજ રીતે જામનગર મહાનગર પાલીકા ઘ્વારા સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ લેવામા આવે છે. જામનગર શહેર માં 40 ટકા થી વધુ વિસ્તારો માં અને ખાસ કરીને વોર્ડ નંબર -1 ના વિસ્તારમાં સોલીડ વેસ્ટ ની સુવીધા કે વાહન ની ફાળવણી કરવામાં આવી નથી. તેમ છતા ટેકસ વસુલવામાં આવે છે. તે જ રીતે જામનગર મહાનગર પાલીકા ના અનેક વિસ્તારો માં હજી સુધી ખુલ્લી અને કાચી ગટરો આવેલી છે. તેમજ વોર્ડ નંબર-1 માં વિસ્તાર વાઈઝ વોર્ડ ની સફાઈ કરવામાં આવતી નથી. અને તે અંગે બીટ ફાળવણી પણ થયેલ નથી અનેક વિસ્તારો ગટરોના ગંદા પાણીથી ખદબદે છે.

જામનગર મહાનગર પાલીકા ધ્વારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં કોર્પોરેટરની ગ્રાન્ટ, ધારાસભ્ય ની ગ્રાન્ટ સીવાય જામનગર મહાનગર પાલીકા ધ્વારા વોર્ડ નંબર - 1 ના મુખ્ય રસ્તાઓ પણ બનાવી શકેલ નથી અને હાલનમાં હજારો ચોરસ મીટના રોડો ફકત કાચામાટી વાળા પણ છે. આ બાબતે તાત્કાલીક ધટતુ કરવા તેમજ હાલના ટેકસો માં વધારેલા દરો ને ઘટાડવા અને નવા દરો રદ કરી જામનગની પ્રજાને રાહત આપવામાં નહી આવે તો જરૂર પડયે આંદોલન કરવાની ચિમકી પણ વોર્ડ નં.1ના કોર્પોરેટર નુરમામદ પલેજાએ કમિશ્ર્નર અને મેયરને લખેલા પત્રમાં આપી છે.