વર્ષે આ બધી મેડીકલ સર્વિસમાં મળી ૯૫૦ કરોડ રૂપીયાના ખર્ચ ક્યાં જાય છે?: આરોગ્ય કમીશનરે સમય નક્કી કર્યો તે સમયે હાલારની દરેક સરકારી હોસ્પીટલમાં ડોક્ટર અને સ્ટાફ હોય છે? રજીસ્ટર્ડ એવા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રીનો વેધક સવાલ

જામનગરની આ બધી સરકારી હોસ્પીટલના જ એનપીએ લઈને પણ ખાનગી પ્રેક્ટીસ કરતા અમુક ડોક્ટર્સ  પેરા મેડીકોઝ ત્યાં સમય સાચવે છે હોંશે હોંશે જાય અને એ જ સરકારી હોસ્પીટલ્સમાં તમને દાદ પણ ન દે. પોતાના ખાનગી દવાખાને મીઠુમીઠુ બોલે ને સરકારી ફરજમાં અમુક વડકા ભરે છે? કેમ ભાઇ શું કામ? દર્દીઓનુ જાહેર આરોગ્ય બંધારણીય હક છે માટે તમને ફરજ સોપાય છે કરોડો ખર્ચાય છે તમે આ હક છીનવો છો? કાયદાની આટીમા આવશો મારા ભાઈ જનતા જાગી ગઇ છે: પ્રાયવેટ દવાખાના હોસ્પીટલ્સમાંથી પણ અમુકમાં હેરાન થતા ને ખંખેરાતા દર્દીઓ: ગ્રાહક સુરક્ષાના અધીકારો ને જણાવો હોસ્પીટલ દવાખાનાઓમાં અન્યાય થાય તો કેસ કરો વળતર મેળવો આંખ ઉઘાડાવો: જિલ્લા પંચાયત આરોગ્યના ૩૫૦ કરોડની ગ્રાંટનું શું થાય છે? શિક્ષણ હક, પર્યાવરણ હક, જન તંદુરસ્તી હક, સલામતી હક, સહિત ગ્રાહક કે જે પૈસા આપી પછી તે એક રૂપીયો કે એક લાખ ફી ચાર્જ, સર્વિસ ચાર્જ, વેરો, વળતર ખરીદ કિંમત ચુકવે છે તેની સુરક્ષા થવી જ જોઇએ તેમ કાયદો કહે છે

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)

હવા પાણી ખોરાક જીવન જરૂરીયાતની બાબત છે અતિ જરૂરી અતિ આવશ્યક પરંતુ તે થાય ફરજીયાત હાલ આરોગ્ય તબીબી મેડીકલ સુવિધાનું મહત્વ છે બંધારણ મુજબ જાહેર આરોગ્ય સુખાકારી પર્યાવરણ આપવુ એ સરકાર સતામંડળ વિભાગોને માટે ફરજીયાત છે હવે એક આશ્ચર્યજનક શબ્દોથી વાત શરૂ કરીએ.

ક્લબ કલ્ચરવાળા અમુક સ્ટાફથી વગોવાતી ડેન્ટલ કોલેજ ડીન તો ફરકતાજ નતા હવે થયા રીટાયર બધુ એક "મેડમ" ને જ જોવુ પડે એટલે કંટાળીને ગેમ રમવા માંડે શુ કરે? ઈ ય માણસ છે ને? જામનગરની એક પેસન્ટ દીકરી અને સમાજના સેવાભાવી એવા પિતા સવારથી અડધો બપોર સુધી ડેન્ટલ હોસ્પીટલમાં એક વખત  હળ હળ થયા નિદાન જ ન થયુ અંતે આરોગ્ય સચિવ ને સીએમને ધગધગતી કરી રજુઆત સરકાર સંવેદનાની વાત કરે છે તો મૃદુ ને મક્કમભાઈને વિનંતી કે થોડીક સંવેદના મોકલો પેલા ડીન રીટાયર થયા જેને અહી આમસ્તુ પણ નતુ ગમતુ ને ત્યાં જ પડ્યા રહેતા હતા હવે બીજા કડક ડીનની જરૂર છે બેન નયનાબેન આમ તો કડક છે ભાષાથી પણ તંત્ર સુચારૂ નથી ચલાવી શકતા એવી ચર્ચા છે તો કઇક મર્યાદા હશે. કંઈક મજબુરી હશે બિચ્ચારાની જો કે ઈ ન આવે કે આવે અહી બધા ને મોજ જ છે!!! એમ માની હાલના સર્વે સર્વા નયના બેનને વગોવાય જ નહી એ સારૂ પણ ન લાગે માટે એમની વાત પડતી મુકીએ. 

બીજી વાત એ છે ડેન્ટલ કોલેજ હોસ્પીટલની સાધન ખરીદી કરે સરકાર પણ દોરી સંચાર એક જાણીતી અટકધારી (જેમના વિશે વિગતો મળી રહી છે ત્યારે લોકો નામ પણ જાણીજ હશે હિસ્ટ્રી પણ જાણશે) જેનો સીધો રોલ નથી છતા તબીબનો લાખો કરોડોની ખરીદી રીપેરીંગ મેન્ટેનન્સ વગેરે બીલ અને ચુકવણામાં એમનો મોટો રોલ કેમ કે પાચન શક્તિ સારી છે (તો જ ખાય ને) અને અમુક તીરછી નજર વાળા જુએ તો સૌનો સાથ સૌના વિકાસમાં માને છે-સચવાય જાય છે-સાથે મજબુત માણસો છે એકાદ નેતા પણ છે.

ફરીથી પહેલી વાતમાં ઉમેરીએ તો અને કંઈક જુદી રીતે પહેલા જોઇએ તો  ડેન્ટલ કોલેજ હોસ્પીટલથી શરૂ કરી બધી સરકારી હોસ્પીટલની વાસ્તવિકતા વર્ણવતા અનુભવ કરનારા અભ્યાસુઓ કહે છે કે જાણે ફેશન પરેડ હોય સારૂ લગાડવાની હોડ હોય પ્રાયવેટમાં રિપોર્ટ કરાવવા કે પેસન્ટ ધકેલવાની પદ્ધતિ હોય જેને તેને બોલાવવા નહી ને મોં ફેરવવા પેશન્ટ કણસતા હોય ને ગાઠીયા ભજીયાની જયાફત ઉડાડાતી હોય. ઉપરથી પાછા સાહેબ ગમે ત્યારે જતા રે બોલ ને શીખાઉ પ્રેક્ટીસ કરે શીખે પણ પેસન્ટના ભોગે  જો કોક દિવસ કોઇની નર્વસ સીસ્ટમ્સને અસર થઇ કે બ્લીડીંગ બંધ ન થયુ તો જોવા જેવી થશે માટે કોક તો ધ્યાન આપો રૂડી રૂપાળી હોસ્પીટલ ફુલ છોડ અદ્યતન ચેમ્બર ફર્નિચર સાધનો ઇન્વેસ્ટીગેશન ડાયગ્નોસીસ માટેની સુવિધા વગેરે જરૂરી છે તે ડોક્ટર્સ માટે પહેલા પછી પેસન્ટ માટે છે પરંતુ તે બધાનો સદઉપયોગ કરો. દર્દીઓની દુઆ મળશે બહારગામના અનેક દર્દીઓની વ્યથા કે ઘણી બાબતોએ અમને બહાર મોકલે છે શુ કામ? એ તો મોકલનાર જાણે સરકારે આશીર્વાદરૂપ બનાવેલી કોલેજ અને હોસ્પીટલનું સુચારૂ સંચાલન ઓચિતું ગાયબ કેમ થયુ? તપાસ કરો ઇન્સ્પેક્શન કરો રજીસ્ટર નિભાવો ડેડ સ્ટોક રજીસ્ટર અપડેટ કરો કોની શુ ફરજ છે તેના લેખીત હુકમ કરો વગેરે અનેક મુદાઓ અંગે નિષ્ણાંતો દર્દીઓ તેમના સ્વજનો અમુક સુત્ર રૂપ અંદરના જ સ્ટાફ વગેરેના મળીને હાલ તો એકંદર અભિપ્રાય સારો નથી મળતો ડેન્ટલ કોલેજ હોસ્પીટલ અહર્નિશ દર્દી સેવા મહે કેમ નથી? વેદના સભર સવાલ રાજ્ય સરકાર સંવેદનાની વાત કરે છે  અહી પણ થોડી મોકલો દર્દીઓના હિતમાં અને મૃદુ અને મક્કમ સુધી વાત પહોંચાડો કે અમુક માત્ર બોસ થઈ બેઠા છે કોક કોક આઈએએસ પણ અમુક તપાસમાં સાણસામા આવી ગયા છે તો તમે પણ આવી શકો સમયનુ ચક્ર અઘરૂ છે એ સમજો આ બધુ ક્યાં જોવા મળે છે? તો દર્દીઓ અને એમના સગા જણાવે છે કે જામનગરની દરેક સરકારી હોસ્પીટલમાં બે પાંચ ડોક્ટર કે સ્ટાફ સારી રીતે સારવાર વ્યવહાર હાજરી કરે છે બાકી અમુક સમયે ક્યારેક અમુક વોર્ડમા કોકવાર રિપોર્ટમાં કોકવાર ઓપરેશન વખતે અમુક ડોક્ટર્સ અને સ્ટાફની અમુક પીક સમયે ગેર હાજરી કે બેદરકારી કે ફરજમા કચાશ લાગુ પડે છે. જીજી, મેન્ટલ, ડેન્ટલ, ફીજીયો વગેરેમાં વોર્ડ ઓપીડી  રિપોર્ટ વિભાગ વગેરેમા અમુક વખતે પુરતો સંતોષ નથી મળતો સ્વચ્છતાને સલામતી નથી મળતી. વડાઓ અમુક સામે પગલા લઈ શકતા નથી?  કાં તો કે એના છેડા છે લે બોલ તબીબી સારવાર માનવતા સંવેદના અને ઉંડાણ પુર્વકના જ્ઞાનનો વ્યવસાય છે તેને વગોવો નહી તેને લોકપ્રિય બનાવો તેમ નાગરીકોના ખુબ જ અવાજ ઉઠ્યા છે.

તે બધી જ વાત હવે પછી જોઇશુ જેમાં કોર્પોરેશનનું દવા કૌભાંડ એક્સપાયર દવા કોરોના વખતેની બેફામ ખરીદીઓ જેના હિસાબ હવે નથી મળતા ઓડીટને આપવાની ઘણી વિગત ઘટે છે તે બધુ જ બાદમા જોતા રહીશુ.

સરકારી હોસ્પીટલમાં પ્રજાના વેરાના નાણામાંથી જ સેવા અપાય છે છતા અમુક ફી લેવાય જ છે માટે ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ પડશે કેમકે કેસની ફી, રિપોર્ટની ફી, ફોટા, સોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઇની ફી, પાછો વારો ન આવે તે અલગથી ભોગવવાની પીડા હોય છે ને પાછા માંડ માંડ ભલામણ લઇ દર્દીને સગા પહોચે તો સ્ટાફ હાજર ન હોય ખાલી બિમારી નહી આ પણ ભોગવવુ પડે હો ભાઇ? માંદા શુ કામ પડ્યા એમના સાટુ પડ્યા? તમારા જેવા તો રોજના સેંકડો આવે તો સ્ટાફને જરા ફ્રેશ થવાય ન જવુ? આવુ કોઇને કોઇ કેતુ નથી આ તો ચબરાકો ચર્ચા કરતા હોય છે.

વધુમા ગત મંગળવાર નુ એક સ્થિતિનુ પોસ્ટમોર્ટમ કરતા તેમણે જણાવ્યુ છે કે ગુજરાતની બીજા નંબરની અને સૌરાષ્ટ્રની પ્રથમ એવી સરકારી હોસ્પિટલ એટલે જીજી હોસ્પિટલ જામનગરની જીજી હોસ્પિટલને સરકાર તરફથી કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે છતાં પણ દર્દીઓની સુવિધા માટે ઝીરો એટલે જ જીજી હોસ્પિટલ વારંવાર નવા નવા વિવાદોમાં આવે છે હાલમાં બાળકોના વોર્ડમાં સીએચ2 વોર્ડમાં બાળ દર્દીઓને સારવાર માટે બેડનો (ખાટલાનો) અભાવ હોય એક ખાટલામાં ચાર ચાર દર્દીઓને સુવડાવવામાં આવેલ હતા જેના કારણે ભારે વિવાદ અને હોબાળો થયો હતો. આવી અનેક રજુઆતો કરતા હોસ્પીટલના બેદરકારી ગેરરિતી પછી તે સરકારી હોય કે ખાનગીમાં મોટુમાથુ હોય કે છેડા વાળાએ કોઇની શેહ શરમ રાખ્યા વગર ગ્રાહક એવી જનતાના હિતમા ખુલ્લે આમ રજુઆતો અરજીઓ આવેદન આપતા અખબારી યાદીઓ આપતા લોકોમાટે લડત કરતા કિશોરભાઇએ ભિતિ વ્યક્ત કરી છે કે હુ અવાજ બુલંદ કરૂ છુ જનતાનોને જાગો ગ્રાહક જાગો ચળવળ ઉઠાવુ છુ માટે કોઇ હુમલો કરે ઇજા કરે કે રોકે કે નુકસાન કરે કે ધાક ધમકી આપે કે ડરાવે તેવી બીક છે માટે ગુજરાત પોલીસમા પણ અરજી કરી સલામતી મળે જે બંધારણીય હક છે તે માટે આગમ ચેતી રૂપી અરજી કરી છે.

ડોક્ટર્સ અને હેલ્થકેર સર્વિસીઝ ગ્રાહક સુરક્ષા હેઠળ આવે છે: સુપ્રીમકોર્ટ

૧૯૮૬ના કાયદામાં સર્વિસની વ્યાખ્યામાં હેલ્થકેર સર્વિસનો ઉલ્લેખ ન હોવાની વકીલની દલીલ સામે સર્વોચ્ચ કોર્ટે ગ્રાહક તરફી સ્પષ્ટ અને કાયદાને સુસંગત ચુકાદો આપ્યો હતો. જાણીએ શુ છે આ ચુકાદો તો વાત એમ છે કે ડોક્ટર્સ અને હેલ્થકેર સર્વિસને ૨૦૧૯ના ગ્રાહક સુરક્ષા ધારાના કાર્યક્ષેત્રમાંથી બાકાત ન રાખવામાં આવી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ અંગે બોમ્બે કોર્ટના ચુકાદાને પણ માન્ય રાખ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે પણ તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ડોક્ટર્સ અને હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર્સને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ આવરી લેવામાં આવેલા છે. સુપ્રીમ કોર્ટે આ અંગેની જાહેરહિતની અરજીને ઈરાદાપૂર્વકની અરજી ગણાવી હતી. મેડિકોસ લીગલ એક્શન ગ્રુપ નામના એનજીઓએ આ અરજી કરી હતી. અરજદાર વતી સિનિયર વકીલ સિદ્ધાર્થ લુથરાએ તેવી દલીલ કરી હતી કે, ૧૯૮૬ના કાયદામાં સર્વિસની વ્યાખ્યામાં હેલ્થકેર સર્વિસનો ઉલ્લેખ નથી. નવા ધારામાં હેલ્થકેરનો સમાવેશ કરવાની દરખાસ્ત હોવા છતાં હકીકતમાં તેનો સર્વિસની વ્યાખ્યામાં ઉલ્લેખ થયો નથી. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તેમ પણ જણાવ્યું હતું કે, કાયદો કોઈપણ પ્રકારની સેવાનો ઉલ્લેખ કરે છે અને સેવાની વ્યાખ્યા પૂરતી વ્યાપક છે. જો સંસદ તેને બાકાત રાખવા માગતી હોત તો સ્પષ્ટ રીતે જોગવાઈ કરી હોત. જસ્ટિસ ચંદ્રચુડેએ વકીલને કહ્યું હતું કે, તેમના ક્લાયન્ટે પોતાના જ હીતનું હકીકતમાં નુકસાન કર્યું છે. ડોક્ટર્સ સામે બેદરકારીના ઘણા કેસ થયા છે અને તેમણે આ જાહેરહિતની અરજીની ફરજ પાડી છે. આ ઈરાદાપૂર્વકની અરજી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ઉમેર્યું હતું કે, હેલ્થકેરને કેમ દૂર રાખવામાં આવ્યું તેનું કારણ એ છે કે સર્વિસની વ્યાખ્યા પૂરતા પ્રમાણમાં વ્યાપક છે. અને સંસદમાં મંત્રીની સ્પીચ જેનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે તે કાયદામાં સ્પષ્ટ આલેખિત બાબતને નિયંત્રિત કરી શકે નહીં. જસ્ટિસ ચંદ્રચુડેએ તેમના તાજેતરનું ઉહાદરણ ટાંકીને જણાવ્યું હતું કે, આવો કિસ્સો ટેલિકોમ સર્વિસ સંબંધિત હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદા અને દંડને પણ માન્ય રાખ્યો હતો. આ સિવાય આગામી ચાર અઠવાડિયાની અંદર દંડ ચૂકવવા માટે કહ્યું હતું.

કિશોરભાઈ મજીઠીયાએ ગ્રાહક દર્દી વગેરે માટે અભિયાન ઉપાડ્યું છે આ અનેક વિગતો આપવા ઉપરાંત ઉમેર્યુ છે કે જામનગરની સરકારી દરેક હોસ્પીટલ, પંચાયતના દવાખાના, ખાનગી દવાખાનાઓ માટે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના સેક્રેટરી કિશોરભાઇ મજીઠીયા શુ કહે છે? શું અરજી છે? શું ડર છે? શું પીડા છે? સરકારી એવી જામનગરની હોસ્પીટલમાં પુરતા બેડ, ખાટલા નથી વગેરે જણાવ્યુ આવો તે જોઈએ તો આરોગ્ય કમિશનર ગાંધીનગરના પરિપત્રની અમલવારી કરવા અંગે ઓપીડી સમય સવારે 9 થી 1 તેમજ સાંજે 4 થી 8 સુધી કરવા દાખલ થયેલા દર્દીઓ તેમજ તેમના સગાના બે ટાઈમ પૌષ્ટિક ભોજન આપવા અંગે અમલ થવો જોઇએ. આરોગ્ય કમિશનર દ્વારા ગુજરાતની પ્રજાના વિશાળ હિતને ધ્યાનમાં લઈ લોકોના આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તે માટે હુકમ કરવામાં આવેલ છે. આરોગ્ય કિમશનરના હુકમમાં જણાવ્યા મુજબ દરેક હોસ્પીટલોએ દર્દીઓ માટે તપાસનો સમય સવારે 9  થી 1 તેમજ સાંજના 4 થી 8 નકીય કરવામાં આવેલ છે તેમજ દાખલ થયેલા દર્દીઓને તેમજ તેમના એક સગા પૌષ્ટિક આહાર આપવાનું જણાવેલ છે આ બાબતે આપશ્રીની હોસ્પીટલોમાં તાકીદે સુવીધા ઉભી કરી અને લોકોને જાણકારી મળી રહે તે માટે હોસ્પીટલમાં આઠથી દસ જગ્યાએ સાઈન બોર્ડ મુકવા તેમાં ખારી યાદી બહાર પાડવાની જરૂર જણાય છે જેથી દર્દીઓને સરકારની આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે આ યોજના સફળ બનાવવાની તમામ જવાબદારી જે તે હોસ્પીટલના વડાઓની રહે છે. તેમજ હોસ્પીટલમાં આપાતાં પૌષ્ટીક ભોજન શુદ્ધતા અને ગુણવતા અવારનવાર ભોજન તેમજ રસોઈ ઘટ તપાસવાની જવાબદારી પણ દરેક હોસ્પિટલના વડાઓની હોય છે. કિશોરભાઈ મજીઠીયાજીની સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ક્યારે ફી લેવામાં આવતી નથી ફક્ત સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.

આરટીઆઈ કરો તો અરજી પાછી ખેંચાવી લ્યે કરવું શું? 

બધી સરકારી હોસ્પીટલ્સ જામનગરના  એનપીએ લઈ ને જે જે ડોક્ટર્સ અને સ્ટાફ ખાનગી પ્રેક્ટીસ કરે છે અને હોસ્પીટલોમાં અનિયમિત રહે છે અમુક પુરો ટાઇમ પણ ફરજ બજાવી પછી જ પ્રાયવેટના પોતાના ઘોકલામા જાય છે અમુક સરકારી ફરજમાં આવે તોય ઉટ નુ મો કેમ મારવાડ બાજુ રહે તેમ ધ્યાનને મોઢુ પોતાના ખાનગી સહિયારા સેન્ટર તરફ હોય બહુ જરૂર પડે તો વચ્ચે ચક્કર મારી આવે કા ફોનથી સંભાળ લઇ એ આવી બાબતો નામ સાથે સરનામા સાથે વાંચવી ગમે વાંચકોને?  તે સર્વેક્ષણ કરી લઇએ તેમજ આ ડોક્ટરો અંગે દર મહિને પત્રક ઓથોરીટી મોકલે છે તે શુ લખે છે?  તે પણ જાણીશુ.આરટીઆઈમાં માંગો તે મળે પણ ઘણીવાર અરજીઓ જ પાછી ખેચાવી લે તમે કરો શું? ઈ ક્યો?