જામનગર મોર્નિંગ - જામનગર 


ગત તા.૩૦-૦૧-૨૦૨૩ના રોજ એસ.કે.ચતુર્વેદી અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અભયારણ્ય ખાતે આયોજિત પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં આવેલા સચાણા કન્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. 

એસ.કે.ચતુર્વેદીની આ મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક, મદદનીશ વન સંરક્ષક તથા ખીજડીયા પક્ષી અભયારણ્યના પરિક્ષેત્ર વન અધિકારી દક્ષાબેન વઘાસીયા તથા ખીજડીયા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.