જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બિનવારસુ બળદને આશરો આપી વધુ એક પશુ સેવા કરવામાં આવી છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તે રઝડતા આ બળદને ભાણવડથી એનિમલ એમ્બ્યુલન્સ મારફતે સ્થળાંતર કરી, આ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી હતી.