11થી 14 વર્ષના ઉમેદવારો પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે

જામનગર મોર્નિંગ - જામનગર  

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ યોજના અંતર્ગત ઊંચાઈના આધારે અંડર- 14 વયજૂથના ખેલાડીઓ એટલે કે તા. 01/01/2010 પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે શહેર અને ગ્રામ્ય કક્ષાની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાઈટ હન્ટ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આ તમામ માપદંડો ધ્યાનમાં લેવામાં આવશે. 

જે મુજબ, ઉંમર 11 વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ ભાઈઓ માટે 160+ સે.મી. ઊંચાઈ અને બહેનો માટે 155+ સે.મી. ઊંચાઈ રહેશે. ઉંમર 12 વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ ભાઈઓ માટે 168+ સે.મી. ઊંચાઈ અને બહેનો માટે 163+ સે.મી. ઊંચાઈ રહેશે. ઉંમર 13 વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ ભાઈઓ માટે 173+ સે.મી. ઊંચાઈ અને બહેનો માટે 166+ સે.મી. ઊંચાઈ રહેશે. તેમજ ઉંમર 14 વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ ભાઈઓ માટે 179+  સે.મી. ઊંચાઈ અને બહેનો માટે 171+ સે.મી. ઊંચાઈ ધ્યાનમાં લેવામાં આવશે. 

ઉપરોક્ત માપદંડ મુજબની ઊંચાઈ ધરાવતા ભાઈઓ અને બહેનો માટે પ્રતિયોગિતા તા.6 ફેબ્રુઆરીના રોજ અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે સવારે 10:00 કલાકે યોજાશે. આ પ્રતિયોગિતા માટે કન્વીનર સતીશભાઈ પારેખ, મો. નંબર 9428483581 અને ધાર્મિકભાઈ ગોસ્વામી, મો. નંબર 8153989804 પોતાની સેવા આપશે. તેમજ ગ્રામ્ય કક્ષાની પ્રતિયોગિતા બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય, તા. કાલાવડ, જામનગર ખાતે સવારે 10:00 કલાકે યોજાશે. આ પ્રતિયોગિતા માટે કન્વીનર મૌલિકાબેન ગોહેલ, મો. નંબર 9265951098 અને ક્રિશ્નલ પરમાર, મોબાઈલ નંબર 8320028434 પોતાની સેવા આપશે. 

ઉપરોક્ત બંને સ્થળોએ આગામી તા.6 ફેબ્રુઆરીના રોજ જન્મ તારીખ અને રહેઠાણના પુરાવા સાથે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવા માટે ઉમેદવારોને જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગરનો સંપર્ક કરી શકાશે, તેમ જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા કે. મદ્રાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.