જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ખીમાણંદ દેવાણંદ ગઢવી નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસે દેશી દારૂ બનાવવાનો કાચો આથો, લોખંડના બેરલ, ગેસનો ચૂલો, ગેસ સિલિન્ડર, વિગેરે મળી, કુલ રૂપિયા 6280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ સ્થળે આરોપી ખીમાણંદ દેવાણંદ ગઢવી પોલીસને હાથ લાગ્યો ન હતો. જેથી પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.