જામનગર મોર્નિંગ - જામનગર:
ગુજરાત પોલીસમાં શહેર પ્રત્યે પોતાની આગવી ફરજ પૂર્ણ કરી નિવૃત્તિ લેતા પોલીસ કર્મીઓ એ એએસઆઈ અનિરુદ્ધસિંહ ભીખુભા જાડેજા, એસ.ઓ.જી. અને એએસઆઈ હસમુખભાઈ ઘેલાભાઈ શ્રીમાળી, પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર નિવૃત થતા તેમને જામનગર એસપી પ્રેમસુખ ડેલું દ્વારા મોમેન્ટો અને સન્માન પત્ર અર્પણ કરી વિદાય આપી હતી. અમદાવાદ ઝોન 7 ખાતે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી બાહોશ અધિકારીની ભૂમિકા ભજવનાર પ્રેમસુખ ડેલું જ્યાં હોય ત્યાં પોલીસ સ્ટાફ પ્રત્યે પણ તેમના સુખ દુઃખની જવાબદારી નિભાવવાનું કાર્ય પૂર્ણ રીતે બેખૂબી નિભાવે છે.
બીજી તરફ ચાલુ ફરજ દરમ્યાન અતુલભાઇ વિનોદરાય અકલેશ્વરીયાનું અવસાન થતા એક્સીસ બેંક દ્વારા ચાલતી સ્કીમ હેઠળ પાવર સેલ્યુટ સેલેરી પેકેજ ફોર પોલીસ મુજબ વિભાગના કર્મચારી સ્વ. અતુલભાઇ પત્નિ ને રૂ. 5 લાખની સહાયનો ચેક એસપી પ્રેમસુખ ડેલુંએ કલ્સટર મેનેજર માનવ વેદ તથા અક્ષય ગધેથરીયાની હાજરીમાં અર્પણ કર્યો હતો.
0 Comments
Post a Comment