જામનગર મોર્નિંગ - જામનગર તા.૦૪ :જામનગર શહેરના ગુલાબનગર ઓવરબ્રીજ નીચે આવેલ બાવળની જાળીઓમાં ગત રાત્રીના સમયે કોઈ બાળક રડતું હોય તેવો અવાજ આવતા સ્થાનિકોના ટોળાને ટોળા એકત્ર થયા હતા. આ ટોળાના લોકોએ રાત્રે બાવળની જાળીઓમાં જે બાજુ બાળક રડવાનો અવાજ આવતો હતો તે દિશામાં શોધખોળ હાથ ધરી હતી પણ કોઈ બાળક કે કોઈ વસ્તુ ના મળી આવતા હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.