મારુ કંસારા પાસેથી કાર સહિત રૂ. 2.26 લાખનો મુદામાલ કબ્જે: ગોકુલનગરમાંથી 57 હજાર ઉપરાંતની રોકડ કબ્જે
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરના સીટી એ ડિવિઝન વિસ્તારમાં આવેલ મારુ કંસારા હોલની પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને તથા સીટી સી ડિવિઝન વિસ્તારમાં ગોકુલનગરમાં ત્રણ મહિલા સહિત છ શખ્સોને એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ રૂ. 2.83 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ રણજીતસાગર રોડ પર મારુ કંસારા હોલની પાછળ મંગલધામ સોસાયટીમાં મંડપ સર્વિસની બાજુમાં જાહેર રોડ પર ગઈકાલે અમુક શખ્સો ગંજીપતાના પાના વડે જુગાર રમતા હોય તેવી ખાનગી બાતમી એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી અને હરદીપભાઈ ધાધલને મળતા પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહીલને વાકેફ કરી સ્થળ પર દરોડો કરી પુષ્કરધામ સોસાયટીમાં શેરી નં. ચારમાં રહેતા સુભાષ સવદાસભાઈ અજુડીયા, જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા રસીક કરશનભાઈ રાઠોડ, મગન જાદવજીભાઈ મુંજપરા, રણજીતસાગર રોડ પર આવેલ ખોડીયાર પાર્કમાં રહેતા આણંદ પાચાભાઈ સંઘાણી અને જામજોધપુર તાલુકાના લુવાસા ગામમાં રહેતા ઈમ્તિયાજ મુસાભાઈ ખુરેશી નામના પાંચ શખ્સોને રૂ. 10,160 રોકડ, પાંચ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. 16,000 તથા એક કાર જીજે 05 સીકે 2088 કિમંત રૂ. 2,00,000 કુલ મળી રૂ. 2,26,160ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે જામનગર શહેરમાં આવેલ ગોકુલનગર સામે રામનગર શેરી નં. 7 બીજણવાસ પ્રોવીઝન સ્ટોરની સામે અમુક શખ્સો ગંજીપતાના પાના વડે જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના ધાનાભાઈ મોરી, રાકેશભાઈ ચૌહાણ અને ઘનશ્યામભાઈ ડેરવાળીયાને મળતા પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહીલને વાકેફ કરી સ્થળ પર દરોડો કરી ગોકુલનગરમાં રહેતા દિલીપ ધરણાંતભાઈ ડુવા, મેહુલનગરમાં રહેતા ખીમભાઇ નરશીભાઈ પુરોહીત, શિવનગરમાં રહેતા રામ પોલાભાઈ વસરા, શ્યામનગરમાં રહેતી સતીબેન મહેશભાઈ ચાવડા, દિ.પ્લોટ 58માં રહેતી શાંતાબેન પરસોતમભાઈ શેઠીયા અને દક્ષાબા જબરસિંહ રાઠોડ નામની ત્રણ મહિલા સહિત છ શખ્સને રોકડ રૂ. 57,500 સાથે ઝડપી લઇ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment