પરિવાર તથા અન્યના મળી રૂ. 15.31 લાખની ઠગાઈ સામે આવી: સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના નવનાગના ગામમાં રહેતા એક શખ્સે રોકાણના નામે પરિવાર તથા અનેક લોકોને સીસામાં ઉતારી રૂ. 15.31 લાખનું ફુલેકુ ફેરવી નાશી જનાર શખ્સ ગત તા. 3ના અચાનક પ્રગટ થતા સ્થાનિક મહિલાઓએ એકત્ર થઈને તેને પકડી પોલીસ મથકમાં રજૂ કર્યો હતો જે મામલામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ બાદ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર નજીક નવાનાગના ગામમાં રહેતો દિનેશ સવજીભાઈ રાઠોડ નામનો શખ્સ જે જેને લઈને ગત તા. 3ના સ્થાનિક મહિલાઓનું ટોળું સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યું હતું અને દિનેશ રાઠોડને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પોતાને રોકાણને બહાને એજન્ટ બનાવી અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે અને પોતે છેલ્લા કેટલાક સમયથી રફૂચક્કર થઇ ગયો હતો જેથી પોલીસે દિનેશ રાઠોડને બેસાડીને પૂછપરછ હાથ ધરી હતી.
દિનેશે પોતાના પરિવાર ઉપરત નવાનાગના ગામ, આસપાસના ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ કે જેઓના જણાવ્યા અનુસાર દિનેશ રાઠોડ મહિલા એજન્ટો મારફતે રોકાણના નામે પૈસા ઉઘરાવતો હતો તેણે એસટી ડેપો સામે સર્વે સિધ્ધી ઇન્ફ્રા બીલટેક લી. કંપની, સર્વ સિધ્ધી મ્યુચલ બેનીફીટ લી. કંપની અને અનંત શ્રી મ્યુચલ બેનીફીટ લી. કંપની ખોલી હતી અને રોકાણના નામે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું અને એજન્ટોની નિમણુંક કરી હતી. જેણે જામનગર શહેરના કેટલાક લોકો ઉપરાંત ખંભાળિયા, રાજકોટ સહિતના અન્ય વિસ્તારોમાં પણ રોકાણના નામે પૈસા ઉઘરાવી લીધાનું જાણવા મળ્યું હતું.
બાદમાં પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરી સીટી એ ડિવિઝન પોલીસે ખંભાળિયામાં સર્વોદય મંડળી પાછળ નવી તાલુકા પંચાયતની સામેની ગલીમાં રહેતા કાનનબેન સુરેશભાઈ નકુમની ફરિયાદ પરથી આરોપી દિનેશ સવજીભાઈ રાઠોડ તથા સાથે સંકળાયેલા ડાયરેક્ટરો સામે લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા ઉઘરાવી છેતરપીંડી આચરી હોવાના ગુનામાં આઈપીસી કલમ 406, 420, 114 તથા ગુજરાત થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનીયમ 2003ની કલમ 3 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન દિનેશે એજન્ટો નીમી પેઢીએ સ્વીકારેલી થાપણકારોને પરત કરવામાં આવશે તેવી લોભામણી જાહેરાતો આપી રોકાણકારો પાસે નાણાં ઉઘરાવી નાણાં સામે રોકાણકારોને સ્લીપ, સર્ટી તેમજ પહોંચ આપી બાદમાં રોકાણકારોને રૂપિયા પરત નહીં આપી નાશી ગયો હતો. દિનેશે પોતાના પરિવારના રૂ. 2,82,000 તથા અન્ય લોકોના રૂ, 12,49,000 કુલ મળી રૂ. 15,31,000 રૂપિયા પડાવી રફૂચક્કર થઈ ગયો હતો. આગળની તપાસ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ટી.ડી. બુડાસણ ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment