મુળ કાયદા ઈપીએફ સાથે સુસંગત માર્ગદર્શીકા-નોટીફીકેશન બદલે નહી-એડીશન થાય-ભુલથી ફેરફાર હોય તો સુધારા હુકમ થાય

પર્યાવરણ ક્લીયરન્સ સક્ષમ સતા મંડળ પાસેથી લેવા હુકમ છતા બહાના કાઢતુ બંદરીય ધંધાર્થી સમુહ: ક્યાં જઈ ને અટકશે? આ પ્રદુષણના કાળા લેયર ક્યારે મરીન પાર્કની જીવ ને વનસ્પતિ સૃષ્ટીનુ સો ટકા જતન થશે? પર્યાવરણ પ્રેમીઓની વિહવળતા વર્ષોની રજુઆતો પણ...

જામનગર મોર્નિંગ - જામનગર (પાર્થ નથવાણી) 

કોલસાની રજ બીજી પાવડર જેવી બારીક કઇક પાવડે જેવુ ઉડે રસાયણ તેમજ ફોતરી ઉડી આ બધુ રોડ થર પાણી થર હોય આખમા પડે (દેખાવ પુરતા કોક કોકવાર છંટકાવ પાણીના અપુરતા હોવાથી) ઉબડ ખાબડ રોડ પર દોડતા ટ્રક માથી ઢોળાતા માલ તેમજ ઉપર બધા જ ટ્રક કવર્ડ ન  હોય સ્વચ્છતા ન હોય કદડા જોવા મળે વૃક્ષો તો શોધવા જવુ પડે ગોડાઉન વગેરે પણ ઘણામા ફ્લોર ન હોય આવુ ઘણુ બધુ હાલારમા મુખ્ય બંદરો ઉપરના દ્રશ્યો જોવા મળે તો સમજજો જે તમે જામનગરના બેડી રોઝી નવા કે સિક્કા વાડીનાર વગેરે કોક બંદર ઉપર ગયા છો વળી પોર્ટ ટ્રાફીક ટીમ ન હોય મોનીટરીંગ ન હોય ઓવરલોડ વાહન જોવા વાળા કોઇ ન હોય ગોડાઉનમાં ઢગલા કમ્પાઉન્ડ વોલથી બે મીટર નીચા ન જોવા મળે વગેરે બાબતો એ નિયમ ભંગ થાય છે ત્યારે રજુઆત થાય કે ન થાય લગત વિભાગો ચેક કરી શકે તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ મુજબના મેન્યુઅલના ચુસ્ત પાલન વિશે તો પુછશો જ નહી...!!!

એકંદરે જીપીસીબીની ગાઇડલાઇનનું બેડી સહિતના પોર્ટ ઉપર પાલન ન થવાનો મામલો દિલ્હી પહોંચશે? કે શુ તે બાબતે જાણકારોમાં ચિંતા સાથે ખુશી પણ છે અને સુત્રો હવે નામજોગ જે તાકીદ પત્રો નોટીસ શોકોઝ વગેરે વખતો વખત લખાય છે કોક કોક અપાય છે એટલે બજાવાય છે તેને જાહેર કરવા થનગનતા હોવાનુ અનુમાન છે. 

આ બધા મુદા વચ્ચે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ મુળ કાયદા ઈપીએ સાથે સુસંગત માર્ગદર્શીકા-નોટીફીકેશન બદલે નહી-એડીશન થાય-ભુલથી ફેરફાર હોય તો સુધારા હુકમ થાય બાકી પર્યાવરણ ક્લીયરન્સ એજન્સી એ લેવુ જ પડે (વાંચજો-કોલ હેન્ડલીંગ ગાઇડલાઇનમાં ડી માં મુદા નંબર 1 તેમજ 2 તેમજ 3 જેમાં પર્યાવરણ ક્લીયરન્સ સક્ષમ સતા મંડળ પાસેથી લેવા હુકમ છતા બહાના કાઢતુ બંદરીય ધંધાર્થી સમુહ શુ દર્શાવે છે? છતાય એક મીનીટ માની લઇએ તો પોર્ટ વિભાગ જીપીસીબીને સીધા જ પગલા લેવા કેમ લખે છે, આ દરેક બાબતો રેકર્ડ ઉપર છે માટે શંકા ને તો સ્થાન જ નથી અને પાલન કરવા હચુ ડચુ ન કરાય તેવુ છે.)

ત્યારે ફાઇલમાં રાખવા પોર્ટે અમુક પાર્ટીને ગાઇડલાઇન મુજબ તાકીદ કરી કાનુની રાહે પગલા ન લેવા પડે તે જોજો તેવુ શા માટે લખ્યુ હશે? (આ પણ રેકર્ડ ઉપર છે.)

માટે જ ક્યા જઇ ને અટકશે? આ પ્રદુષણ ના કાળા લેયર ક્યારે મરીન પાર્કની જીવને વનસ્પતિ સૃષ્ટીનુ સો ટકા થશે જતન? તે બાબતે જાગતા પ્રહરી સમક્ષ પર્યાવરણ પ્રેમીઓની વિહવળતા જોવા મળી.

વળી વર્ષોની રજુઆતો પડી જ છે પણ રજુઆત કે ફરિયાદ કરનાર થાકી જાય કાંતો લગત આવી બાબતે અનેક રસ્તા અખત્યાર કરી બધુ જ ચલાવે છે, કરે છે, ગાઇડ લાઇન એની જગ્યાએ તો નુકસાની નિકંદન પણ એવાજ થતા હોવાનુ સમીક્ષકો જણાવે છે.

આ ગંભીર બાબતે ઉંડા ઉતરવાનુ શરૂ કરીએ તો...

હા હજુપણ જરા વધુ વિગત જોઇએ તો શીપથી જેટી જેટીથી ગોડાઉન કે ગોડાઉનથી જેટી ત્યાથી બાર્જ કે શીપમાં માલ ઠલવાય ત્યારે દરિયામાં કશુ જ ઉડીને ખરીને નથી જ ઉડતુ દરિયાના પાણીમા થર નથી જ થાતા વગેરે કોન્ફીડન્સ થી કોઇ લગત જવાબદારો કે ધંધાર્થી કહી શકશે? ના નહી કહી શકે તેમ નજરે જોનાર કહે છે.

દરિયામા અગ્નિશમન રજ ઉડતી અટકાવવા માટે તરતી ક્રેઇનથી પુરતી સુવિધા છે? નથી. એમ્બીયન્ટ એર મોનીટરીંગ સીસ્ટમ બંદર ઉપર પ્રોપર લોકેશન ઉપર છે? નથી તો પોલ્યુશન નિયંત્રણની ખબર કેમ પડશે? ખબર હોય પણ છતા ગુજરાતની ખબર બનતી આ પ્રદુષણની સ્થિતિ તંત્ર ગંભીરતાથી ન લે તો એજન્સી શા માટે ગંભીરતા લે?

વૃક્ષારોપણ પુરતુ થાય છે? મરીન પાર્કના જીવ ને વનસ્પતિ સૃષ્ટી દરિયાઇ પાણી તળ જમીન હવા પાણી વગેરે બગડે તેના જવાબદાર કોણ છે? તે સવાલ ઉઠતા જ રહે છે.

વધુ સમીક્ષા કરીએ તો...

પોર્ટ ઉપર સંપુર્ણ નિયમપાલન ચુસ્ત કાયદા પેટાકાયદા જાહેરનામાં પરિપત્રો બાય લોઝ વગેરે ના પાલન થતા એવા તો ઘણા મુદાઓ છે (ખાતુ વિભાગો કે એજન્સીઓ કે કંપની વગેરે માંથી ગમે તેની ભુલવાક સજાગતા ન હોવી ગંભીરતા ન લેવી આખ આડા કાન કરવા વગેરે જે હોય તે જેની જવાબદારી હોય તે પરંતુ અંતે તો નુકસાન પર્યાવરણ નુ છે જે દુખદ છે.)

આ બધુ જ નજરઅંદાજ થાય છે છતા પોર્ટ વિભાગ પોતેજ લગત સામે પગલા લેવામા અનેક કારણોસર  ઘોર બેદરકારી રાખે છે તેમ અમુક જાણકારો આક્ષેપ કરે છે જોકે આવુ બને જ નહી.  પોર્ટ વિભાગતો "અમે તાકીદ કરી છે લગતને" તેમ લેખીત અન્ય સતા ને કહેતા હોય તેમની ઘોર બેદરકારી કેમ કહેવાય?? પોર્ટ ખાતુ સજાગ છે  નિયમ મુજબ પત્રવ્યવહાર કરે જ છે. હા તે મુજબ કોઇ ગણકારતુ નથી એ પીપુડી ગાજરની છે સકારણ ઢીલીનિતિ રખાય છે વગેરે બાબત બંદર ખાતા વિશે ઘણા બોલે છે તે ખરેખર વ્યાજબી અને વાસ્તવિક ન કહેવાય તેને પાયા વિહોણા આરોપ કહેવાય ને? પરંતુ જાણકારો  ભાર દઇને કહે છે કે લગત દરેક વિભાગોની ઘોર બેદરકારી જ કહેવાય તેમા કોઇ શંકા ન કરવા સલાહ અપાય છે સાથે સાથે ચબરાકોનુ રડાર વન વિભાગ તરફ પણ ફરવાનુ હોવાનુ જાણવા મળ્યુ છે.