રહેણાંક રેગ્યુલરાઇઝડ માટે જ ૯૫ ટકા અરજીઓ-નિયમ વિરુધ્ધના દુકાનો, શોપીંગ સેન્ટરો ઇમ્પેક્ટમાં આવતા નથી, એમ કેમ થયુ હશે...?
જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)
કાયદો વ્યવસ્થાના ચુસ્ત પાલન કરવાનો આગ્રહ રાખતી સરકારની બોલવાની નિતિમાં એક સામાન્ય રહેણાંક બનાવનાર વિકાસ પરવાનગી એટલે કે બાંધકામ કરવા કે વધારવા એક મધ્યમ વર્ગનો વ્યક્તિ જંગી વિકાસ ચાર્જ ભરે છે તેની જ બાજુમાં માનોકે જંગી બાંધકામ થાય ખડકાય જાય છતાય તેની કોર્પોરેશનના જાંબાઝો નોંધ ન લે ને અમુક કિસ્સામાં અભય વચન અભાય કાં તો દલાલો હાથમા લે પછી તમ તમારે જલસા કરવાના. (એજન્ટોએ કોર્પોરેશન કામગીરીમાં દખલ કરી કચેરી કામને ડીસ્ટર્બ કરે છે તે ન કરવાનુ કમીશનરની દરખાસ્ત ઉપરનુ કલેક્ટરનું જાહેરનામુ ખુબ ગંભીર હતુ તે માત્ર વ્યુઅર્સની જાણકારી ને સમ્રુતિ માટે)
એમ પણ ન થાય તો કચેરી વાળાય અમુક કિસ્સામાં પોતાનું ગણી સલાહ આપે કે રાહ જુઓને ઇમ્પેક્ટ જેવી યોજના આજ નહી તો કાલ આવશે ને અમુક દુકાન બહુમાળી મજાન માટે સલાહ આપે કે તમારે ક્યા વેચવુ છે??? તો ઝીકો ને જલસા કરો. બહુ કોઇ ચબરાકોનું ધ્યાન પડશે બહુ ઉહાપોહ થશે તો નોટીસ આપીશું પછી નોટીસ ફાઇલમાં દબાવી દેશુ.
(બધા બાંધકામમાં ટીપીઓ શાકજાનુ હિત હોય તેવુ બનતુ નથી માટે શંકા કુશંકા કે આક્ષેપ ન કરાય હા અમુક મલાઇદાર કિસ્સામાં અમુક દલાલ પાસે અરજીકરાવી ને સેટીંગ કરાવી દે ને " સૌ નો પ્રયાસ-વિકાસ-ફાયદો" થાય છે તેવો ગણગણાટ કોર્પોરેશનમાં છે પણ પારકા પંચાતમા કોઇ પડતા નથી પરંતુ આવુ કરનાર સામે માથાના મળ્યા ના દાખલા છે ત્યારે શીયાવીયા થઇ ટીપીઓના અમુક સ્ટાફ દલાલ ને આગળ વધતા અટકાવે છે આ બધુ છાનુમાનુ બિલાડી દુધ પીએ તેમ ચાલતુ હોય છે. આ માત્ર શેખચલ્લીના મનની પેદાશ છે ખરેખર આવુ હોય જ નહી)
ખુબી એ છે બાંધકામ થય ગયુ તો થય ગયુ...!!! ઇમ્પેક્ટ છે ને??? મુંઝાવાનુ શુ??? માટે તો તોડ્યુ ન હતુ ને??? તેમ મગજમાં ચર્ચામાં મુદાઓ હોય છે એક અંદાજ મુજબ દસ વર્ષ પછી ઇમ્પેક્ટ યોજના આવી (હવે તો બીલ જ આવી જશે વિધાનસભામાં) છતાય માત્ર ૨૫% જ અરજીઓ કોર્પોરેશમાં ટીપીઓમાં આવી ખરેખર બારેક હજાર બાંધકામો મંજુરી વગરના હોય શકે તેવુ કચેરીનુ અનુમાન છે ત્યારે માત્ર ૩૫૦૦ અરજી જ આવી છે વળી ફી પણ બહુ છે કેમકે કોર્પોરેશન જંત્રી મુજબ દર ન લે પરંતુ વિસ્તાર વાઇઝ ટીપી વાઇઝ કે અગાઉના વિભાજન મુજબ નગર નિયોજકે જે ભાવ તે વિસ્તારના અગાઉ નિયત કરેલા છે તે ના ઉપર વિકાસ પરવાનગી ચાર્જ પેનલ્ટી લેવાય છે જે ખુબ મોંઘુ પડે છે માથરે ઘણા ચબરાકો અરજી કરતા જ નથી માટે પેટ ચોળી ને શુળ ઉભા ન થાય ને??? (બીજી તરફ જાડામાં તો કઇ નહી કમાવાનુ બધુ જ વિસ્તાર કોર્પોરેશન વિસ્તારમાં જતુ રહ્યુ. ને કમાવાનુ એટલે જ તો...!!!)
સાથે સાથે એ પણ રીમાર્કેબલ છે કે કોર્પોરેશનમાં ટીપીઓમાં આવેલી ઇમ્પેક્ટ કુલ અરજીમાંથી રહેણાંક રેગ્યુલરાઇઝડ માટે જ ૯૫ ટકા અરજીઓ છે -નિયમ વિરુધ્ધના દુકાનો શોપીંગ સેન્ટરો, ઇમ્પેક્ટમાં આવતા નથી. એમ કેમ થયુ હશે??? તે પણ ખુબી ની વાત છે ને??? તેમ ટાઉન પ્લાનિગના જાણકારો ચર્ચા કરે છે શુ આવા મંજુરી વગરના નિયમ વિરુધ્ધના લોકોને નડતર વાલા રોડ દબાવતા રોડ પહોળાઇ સામે મળવાપાત્ર ઉચાઇથી વધુ ઉચાઇના પાર્કિંગને માર્જીન છોડ્યા વગરના લાઇનદોરી વળાંકના પાલન વગરના ફુટપાથ દબાવતા સીધા જ રોડ લાઇનથી ખડકાયેલા વગેરે પ્રકારના તેમજ ડીપીના એનઓસી વગરના કોમર્શીયલ બાંધકામો જે નગરમાં પંદરસોથી વધુ હોવાની ચર્ચા થાય છે ને પગલા લઇ સ્માર્ટ સીટી તરફ સુચારૂ વિકાસ મુજબ નગર વિકાસ થાય તે બાબતે ચિતા ના કરવાની નિતિ શુ દર્શાવે છે તેવા સવાલ જાણકારોમાં છે.
0 Comments
Post a Comment