જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાલા ગામે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાલા ગામમાં અસામાજિક તત્વો દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યું છે. મોટા વડાલાના સરપંચ દ્વારા ડિમોલેશનની કામગીરી સાથે રહીને ચાલુ કરાવવામાં આવી હતી. ગૌચરની જમીનમાં જે દબાણ કરવામાં આવ્યું હતું જેસીબી મશીન અને મજૂરો દ્વારા કામગીરી હાથ ધરી દબાણ ખુલ્લું કરાવવામાં આવ્યું હતું આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બંને તે માટે કાલાવડ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.