જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


ખંભાળિયા નગરપાલિકાની એજન્ડા નંબર 9 મુજબની બજેટ બેઠક પૂર્વેની કારોબારી કમિટીની એક મીટીંગ આવતીકાલે ગુરુવારે સવારે 10 વાગ્યે અત્રે જડેશ્વર રોડ ઉપર આવેલા નવનિર્મિત શેલ્ટર હોમ ખાતે કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે. જેમાં એકાઉન્ટ વિભાગ ના વર્ષ 2023-24 ના વાર્ષિક બજેટને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે.

ત્યાર બાદ આ જ સ્થળે સવારે સવા દસ વાગ્યે નગરપાલિકાની એજન્ડા નંબર 11 મુજબની સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા વર્ષ 2023-24 નું બજેટ રહેશે.

આ ઉપરાંત આવતીકાલે ગુરુવારે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો જન્મદિવસ હોય, આ પ્રસંગે શેલ્ટર હોમમાં ભિક્ષુકોને પ્રવેશ તથા ગરીબોને ભોજન સહિતના સેવા કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.