સનસનીભર્યા સ્ફોટક દસ્તાવેજો બહાર આવ્યા તે અરજી સાથે જુદી જુદી અદાલતોમાં જાહેર હિતમાં ખાસ જોડવા નિષ્ણાંતોની બહુમુલ્ય સલાહ

જામનગર મોર્નિંગ - જામનગર (પાર્થ નથવાણી


જામનગરના બંદરોએ  મરીનપાર્કને માલ લોડીંગ અન લોડીંગ વખતે થતા નુકસાન અને પ્રદુષણ મામલે હવે થશે ન્યાય મેળવવાની પ્રક્રિયા થાય તેવો સળવળાટ થઈ રહ્યાનુ ખાનગી રાહે જાણવા મળ્યુ છે જો કે જાગતા પ્રહરી અલગ અલગ તબક્કાની મેજીસ્ટરીયલ સતા સમક્ષ અરજીકરી પર્યાવરણ બગડતુ અટકાવવા અલગ અલગ કાયદા (જાહેર સંપતિને નુકસાનની ફોજદારી પગલા લેવા સહિતની કલમો કાયદાઓ વગેરે ના આધારે તેમજ ઇપીએ તેમજ ફોરેસ્ટ એક્ટ તેમજ સેંક્ચ્યુરી એન્ડ પાર્ક જાળવણી અને રક્ષણ ના કાયદા નિયમ નોટીફીકેશન ઠરાવ પરિપત્ર વગેરે) અનુસારની કાર્યવાહીઓ જેમાં જોગવાઇઓ મુજબ દંડ અને સજા બંને થાય તે માટે પુરાવા રજુ કરી પ્રબળ માંગણી કરાશે અને બધુ દિવા જેવુ સ્પષ્ટ હોવાથી હુકમો પર્યાવરણના  હિતમાં થાય તેવી શક્યતાઓ જોઇ શકાય છે.

કેમકે સમગ્રપણે સનસનીભર્યા સ્ફોટક દસ્તાવેજો બહાર આવ્યા  છે તે અરજી સાથે જાહેર હિતમા ખાસ જોડવા નિષ્ણાંતોની બહુમુલ્ય સલાહ મળી હોય સમગ્ર પ્રકરણ ઘાટુ થવામાં છે તેવી સચોટ ચર્ચા સંભળાય છે સાચુ તો વાજતુ ગાજતુ માંડવે આવશે ત્યારે જોવા જેવી દોડધામ થશે તેમ પણ અમુક ચબરાકો કહે છે પરંતુ સાચુ તો સામે આવે ત્યારે ખ્યાલ આવે (શાસ્રોની સલાહ છે કે દરદ, પીડા, મુશ્કેલી, મુસીબત, શત્રુ, હિતશત્રુ, વિરોધ વગેરે ઉગતા ડામવા શાણા માણસોનુ અગત્યનુ કર્તવ્ય અને સમજદારી ભર્યુ ગણાય છે) અને ગંભીરતા લેનાર ઉંઘતા ઝડપાય અને દેહને કે કોઇ હિસ્સાને  ભિનાશ ટચકરી જાય ત્યા સુધી મોડુ થઇ ગયુ હશે તેમ અમુક જાણકારોએ કોન્ફીડન્સ સાથે જણાવ્યુ છે જો કે આવી ચેલેન્જો તો અમુક બીઝનેસમેન સામાન્ય ગણતા હોય છે કે હળવાશથી લેતા હોય છે અને પટ્ટમાં આવે ત્યાં સુધી આવી બાબતો જાહેર થતી અટકાવવા દરવખતે  ઠોસ પ્રયાસ નથી કરતા હોતા જેથી કોક કોકવાર વિલંબ થાય તો નુકસાન પણ થતુ હોય છે તેમ પણ અંદરની વાતો જાણનારા ચિંતા સાથે  ચર્ચા કરતા હોય છે.

માટે સાથે રજુ કરવાની બાબતોમાંથી અમુક જોઇએ તો...કે જેની નકલો ચબરાકોએ હસ્તગત કરી કલેક્ટરની કોર્ટ એટલે કે જિલ્લા મેજી.ને તેમજ ત્યાંના માર્ગદર્શન બાદ ન્યાયની અદાલતમાં જરૂર પડે તો ત્યાં દ્વાર ખખડાવવા અથવા એસડીએમ કોર્ટમાં પણ પત્રો રૂપી દસ્તાવેજો સાથે ધા નાખી શકાય તેમાં જોડી શકાય.

જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતીમાં પ્રજા પ્રતિનિધીઓ દ્વારા પુછાયેલ પ્રશ્ર્નો તેમજ બંદર અધિકારીએ આપેલા જવાબોનુ રેકર્ડ વગેરે, અડધો ડઝન જેટલી જામનગરના બંદરો ઉપર જે એજન્સીઓ કે કંપનીઓ વગેરે માલ પરિવહન કરે છે તેમને પ્રદુષણ એટલેકે દરિયાના પાણી સંપતિને નુકસાન થાય છે તે લખી સુચના આપી તેની નકલ જેમાં લખ્યુ છે કે મરીન પાર્ક અને અભયારણ્યમાં થતા પ્રદુષણને તાત્કાલીક અટકાવવા બાબત તકેદારી લેવી અને આગળની કાનુની એક્શન ટાળવા ગંભીરતા લેવી.

અંતર્ગત એક એજન્સીના જવાબની નકલ જેમાં મહતમ પ્રીકોશન લઇશુ એમ લખ્યુ છે તે લેટર (જો કે મરીન પાર્કને નુકસાન થાય તો મહતમ ના બદલે કમ્પલીટ સંપુર્ણ ચુસ્ત કાળજી લેવી જોઇએ. આવુ નથી લખ્યુ છતાં પોર્ટ વિભાગે જવાબ શા માટે માન્ય રાખી લીધો? કઇક હર્યુ ભર્યુ કારણ હોય શકે તેવી શંકા જો કે અસ્થાને કહેવાય પણ કહેવાય...!!!)

સંકલન સમિતિમાં પુછાયેલા સવાલ સંદર્ભે કલેક્ટરને સંબોધી બંદર અધીકારીએ દરેક કામગીરી અંગેની બાબતો જણાવી તે નકલ પ્રદુષણ બોર્ડ નેવન વિભાગ મરીન લખેલ પત્ર જેમાં બંદરે થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અંતર્ગત લેવાયેલ પગલા કોને કોને કેવી શરતોએ મંજુરી આપી છે વગેરે વિગત માંગી છે તે નકલ પણ જોડવામાં આવે અરજી સાથે તે સ્વાભાવિક છે.

બંદર વન રેવન્યુ વગેરે વિભાગ પ્રદુષણબોર્ડને લખેલ છે કે વિગતો સરકારમાં સાદર કરવાની હોય કાર્યવાહીઓની નકલો તાત્કાલીક વિસ્તૃત અને કાયદાનુસાર જણાવો તેવા પત્રોની નકલો. એકંદર પગલા લેવાના તમામ સરંજામ સજ્જ છે માટે દરેક કાગળો નોટીસો ખુબ અગત્યાના છે જેના ઉપરથી દિવા જેવુ બધુ સ્પષ્ટ હોવાથી પ્રદુષણ બાબતે યોગ્ય સતાધીકારી દ્વારા શું પગલા લેવાના છે તે માટે સ્પષ્ટ હુકમ થઇ શકે તેટલા પુરતા પુરાવા બાબતો તેમજ બીજી સ્ફોટક બાબતો દ્વારા પુરા પડી શકે ને પુરતા છે તેમ કાયદા અને પર્યાવરણ નિષ્ણાંતોનો અભિપ્રાય થાય છે.