જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શિક્ષણ પરીવાર દ્વાર આયોજિત સારસ્વત સન્માન કાર્યક્રમ અંતર્ગત જામનગર તાલુકા, નગર શિક્ષણ સમિતિની શાળાઓ તેમજ લાલપુર તાલુકાના આરબલુસ તેમજ ડબાસંગ પ્રાથમિક શાળામાં અવિરત દાનની સરવાણી વહાવી ભામાશાના વારસાને આગળ વધારનાર ડબાસંગના વતની એવા સ્વ. વીરચંદભાઇ પરબતભાઈ શાહ પરિવારના રૂપેશભાઈ તેમજ પરેશભાઈનું સન્માન ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી માનનીય કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતુ.આ તકે જામનગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યો, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા અને વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.