જામનગર મોર્નિંગ - જામનગર (ઝુબેર કકાસીયા, વેરાવળ) 


હાલ વેરાવળમાં ઓવરબ્રિજના કામો ચાલુ કરવામાં આવ્યા છે પણ લોકોને અવરજવર માટે આવશ્યક સર્વિસ રોડ ન અપાતા લોકોને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને બંને ઓવરબ્રિજની વચ્ચે રેલવેના ફાટકો આવતા હોવાથી ફાટકો બંધ થવાના કારણે ભારે ટ્રાફિકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા સાથો સાથ સોમનાથે આવતા યાત્રિકો અને પવિત્ર રમજાન માસમાં રોજેદારોને ભૂલ ભર્યા રસ્તા ઉપર પસાર થવું અઘરૂં બની ગયું હોય અને વેરાવળ બંદરમાં ચીકણા પાણીનાં લીધે અકસ્માતનો ભય હોવાથી આજરોજ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના જિલ્લા પ્રમુખ અને ફિશ એસોસિએશનના પ્રમુખ ફારૂકભાઈ મોલાના અને રફીકભાઈ મોલાના જવાબદાર અધિકારીઓ સાથે સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત કરી રેલવેના બ્રિજ નીચેથી લોકોને અવરજવર માટે માર્ગ ખુલ્લું કરી દેવામાં આવશે તેવું આશ્વાસન ભર્યો જવાબ આપ્યો હતો જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ રજુઆત સમયે ગીર સોમનાથ જિલ્લા મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના, ખારકુવા ફ્રેશ ફિશ મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ રફીકભાઈ મૌલાના, હારુનભાઈ સીડા, ગફારભાઈ ચાચિયા, મુદ્દાસરભાઈ શૈખ, અમીનભાઈ બટર, ગુલામભાઈ કાપડિયા, અશરફભાઈ, અનિસભાઈ, હારુનભાઈ ડાબલા સહિતના આગેવાનો હાજર રહયા હતા.