જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની જામનગર મુલાકાત સમયે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, આર્યસમાજ જામનગર અને શ્રી બૃહદ્દ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, બૃહદ્દ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના માનદ્દમંત્રી અને આર્યસમાજ જામનગરના ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, આર્યસમાજ જામનગરના કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય જામનગરના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા અને આર્યસમાજ જામનગરના અંતરંગ સદસ્ય ધવલભાઈ બરછા ને શુભેચ્છા મુલાકાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.         

આ મુલાકાત દરમિયાન દિપકભાઈ ઠક્કરે આદરણીય આચાર્ય દેવવ્રતજીને આર્યસમાજ જામનગર અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયની બધીજ પ્રવૃતિઓનો વિસ્તૃત અહેવાલ આપ્યો તેમજ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાની પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો. આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ સંતોષ વ્યક્ત કરી અને શુભેચ્છા સહ આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા.