જામનગર મોર્નિંગ - જામનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેટ એવા ખેલ મહાકુંભથી પોતાની કારકિર્દી શરૂ કરનાર કુ.સરિતા ગાયકવાડની રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી

ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિતે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રમત ગમત ક્ષેત્રે કુ.સરિતા ગાયકવાડને ગુજરાત ગરિમા એવોર્ડ-૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો હતો.
રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ કામગીરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ખેલમહાકુંભ થી પોતાની રમતગમતની કાચી કારદર્દીની શરૂઆત કરનાર કુ. સરિતા ગાયકવાડે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એથ્લેટિક્સ રમતની દોડ ઇવેન્ટમાં શરૂઆત કરીને ૧૬મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ- ૨૦૧૬માં બ્રોન્ઝ મેડલ, રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં એપ્રિલ-૨૦૧૭માં ગોલ્ડમેડલ, ૫૭મી નેશનલ ઇન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં ૪૦૦મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ, પતિયાલા ખાતે રમાયેલ ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ, ૫૮મી નેશનલ ઇન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિકસ ચેમ્પિયનશીપ-૨૦૧૮માં બેન્ઝ મેડલ, વર્ષ-૨૦૧૮માં ઇન્ડોશિયા ખાતે રમાયેલ એશિયન ગેમ્સ ટેસ્ટ કોમ્પિટિશમાં બે ગોલ્ડ મેળવ્યા બાદ એશિયન ગેમ્સ ૨૦૧૮ માટે સિલેકશન થયું.
વર્ષ ૨૦૧૮-૧૯માં જકાર્તા ખાતે રમાયેલ ૧૮ મી એશિયન ગેમ્સ-૨૦૧૮માં એથ્લેટિકસની દોડ ઇવેન્ટ્સાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ વિશ્વમાં પ્રસિધ્ધ કર્યું હતું. ઇન્ડિયન એથ્લેટિક્સ ટીમ ૪૪૦૦ મીટર રીલે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ- ૨૦૧૮ માં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-૨૦૧૯ માં બ્રોન્ઝ મેડલ વુમન્સમાં સિલ્વર મેડલ, યુરોપિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપ-૨૦૧૯માં ૪૦૦મીટર દોડ ૫૪.૨૧ સેકન્ડમાં પુર્ણ કરીને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.