નગરના મેયર, હિન્દુ પ્રખર વક્તા કાજલબેન હિન્દુસ્તાની સહિતના બહેનો જોડાયા

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં "હિન્દુ સેના" દ્વારા "લવ જેહાદ" માટે જંગ છેડી છે, જેના અનુસંધાને તા. ૫.૫.૨૦૨૩ ને શુક્રવારના રોજ જામનગરના એક મલ્ટીપ્લેક્સમાં હિન્દુ સમાજની  બહેનો ને ફ્રી માં " ધ કેરેલા સ્ટોરી " ફિલ્મ દર્શાવાઈ હતી.

આ ફિલ્મ જોવા માટે "હિન્દુ શેરની તરીકે પ્રચલિત કાજલબેન હિન્દુસ્તાની", મેયર બિનાબેન કોઠારી, આર.એસ.એસ.ના  વ્રજલાલ પાઠક, હિન્દુ જાગરણ મંચના ભરતભાઇ ફલીયા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને પ્રવિણાબેન રૂપડીયા, પણ આ ફિલ્મ જોવા હિન્દુ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ ફિલ્મ જોવા માટે થઇને જામનગર ની ૨૨૭૩ જેટલી બહેનો ના ફોન આવ્યા હતા,પરંતુ ટોકીઝ ની ક્ષમતા  ૩૦૦ સીટ ની જ હતી. છતા પણ બહેનો એ સીટ ન મળતા નીચે બેસી ને પણ આ ફિલ્મ નિહાળી હતી.

આ ફિલ્મ  જોવા આવેલા બહેનો ને "હિન્દુ સેના" દ્વારા "જાગો હિન્દુ જાગો" ની પત્રિકા નુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ ફિલ્મ જોવા આવનાર જામનગર ની તમામ બહેનો નો "હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ  પ્રતિકભાઇ ભટ્ટ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.