પ્રદર્શની નિહાળવા આવેલા અનેક નાના બાળકોએ જિલ્લા પોલીસ વડાની સાથે સેલ્ફી પણ પડાવી
જામનગર શહેરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન ને અનુલક્ષીને ૧ મે થી ૩ મે સુધી સત્ય સાંઈ સ્કૂલના મેદાનમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસ માટેની શસ્ત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે અંતિમ દિવસે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ એ મુલાકાત લીધી હતી, અને જાત નિરીક્ષણ કર્યું હતું. શસ્ત્ર પ્રદર્શની નિહાળવા માટે અનેક જામનગર વાસીઓ ઉમટી પડ્યા હતા, અને ભારતના પોલીસ દળ તેમજ સૈન્યમાં ઉપયોગમાં લેવાતા અનેક શસ્ત્રો કે જે નિદર્શન માટે રાખવામાં આવ્યા છે, તેનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પણ શસ્ત્ર પ્રદર્શન દરમિયાન અત્યાધુનિક હથિયારો અંગેની અગત્યની જાણકારી મેળવી હતી.
પ્રદર્શની નિહાળવા માટે આવેલા જામનગર શહેરના નાના ભૂલકાઓએ જામનગરના જિલ્લા પોલીસવડા સાથે પોતાના મોબાઈલ ફોનમાં હોંશ ભેર સેલ્ફી પડાવી હતી. અને એસ.પી.એ પણ તમામ બાળકો સાથે સેલ્ફી પાડવા માટે ઊભા રહીને બાળકોને ખુશ કર્યા હતા.
0 Comments
Post a Comment