ક્રેઇનનો કોન્ટ્રાક્ટ આપવા માટે એક ખાનગી પેઢી પાસેથી આઠ લાખ રૂપિયાનો ફાયદો મેળવી કંપનીને નુકસાની પહોંચાડ્યાની ફરિયાદ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના એક કર્મચારીએ કંપનીમાં ક્રેઇન નો કોન્ટ્રાક્ટ આપવાના બહાને ખાનગી પેઢી પાસેથી રૂપિયા આઠ લાખનો ફાયદો મેળવી લઈ કંપનીને નુકશાની પહોંચાડવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.મળતી વિગત મુજબ જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીના એરિયામાં રહેતા અને કંપનીમાં નોકરી કરતા ગૌરવ કુમારસિંગ કે જેણે પોતાના હોદ્દા નો દુરુપયોગ કર્યો હતો, અને એક ખાનગી કંપનીના ક્રેઇનના વેન્ડર મેસર્સ પ્યારસિંઘ એન્ડ સન્સ ને કોઈ પણ પ્રકારે કોન્ટ્રાક્ટ અપાવવામાં મદદરૂપ થયો હતો, અને બદ ઈરાદા થી ખાનગી પેઢી પાસેથી ૮,૦૦,૦૦૦ નો ફાયદો મેળવી લીધો હતો, અને કંપનીને નુકસાની પહોંચાડી હતી.
જે અંગેનો ભાંડો ફૂટી જતા ગઈ રાત્રે કંપનીના અધિકારી સંદીપ મુકુંદરાય દેસાઈએ મેઘપર પોલીસ મથકમાં કંપનીના જ કર્મચારી ગૌરવકુમારસિંઘ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૪૦૬ અને ૪૦૮ મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરી છે.
0 Comments
Post a Comment